સુપ્રીમ કોર્ટના વરિષ્ટ વકીલ પ્રશાંત ભુષણને એમના બે ટ્વીટ બદલ કોર્ટની અવમાનના ના દોષી ઠરાવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં આજે સજા નક્કી કરવા માટે જોરદાર ચર્ચા થઈ હતી.

પ્રશાંત ભુષણે તેમનો પક્ષ રજુ કરતા પીઠને જણાવ્યુ હતુ કે ના એ માફી માંગશે કે ના એમના પ્રતી કોઈ પણ પ્રકારની સજામાં ઉદારતા રાખવામાં આવે તેવી અપીલ કરશે, કોર્ટ જે સજા કરે એ ભોગવવા તૈયાર છુ.

આ પણ વાંચો: સ્પોર્ટસ : પાટણની નીરમા ઠાકોર 34 માં ઈન્ટરનેશનલ મેરેથોનમાં પ્રથમ નંબરે આવતા કોગ્રેંસ દ્વારા પુરસ્કૃત કરવામાં આવી

આ જવાબની સામે કોર્ટની પીઠે તેમને 2 – 3 દિવસનો સમય આપ્યો છે,કે તમારે તમારો બીજો પક્ષ રજુ કરવો હોય તો કરી શકો છો પણ પ્રશાંતે કોર્ટ ને જણાવ્યુ છે કે મે આ જવાબ ખુબ વિચાર વિમર્ષ કરીને જ આપ્યો છે. તો 2 -3 દિવસનો સમય આપી કોર્ટનો સમય બગાડશો નહી.

જસ્ટીસ અરૂણ મીશ્ર, જસ્ટીસ બી.આર. ગવઈ,અને જસ્ટીસ ક્રૃષ્ણ મુરારી ની પીઠે પ્રશાંત ભુષણને કોર્ટની અવમાનના ના કેસમાં દોષી જાહેર કર્યા છે અને સજા આપવા માટે નિર્ણય બાકી રખાયો છે.

શુ હતુ પ્રશાંત ના ટ્વીટમાં જેનાથી કોર્ટની અવમાનના થઈ

પ્રશાંતના એક ટ્વીટમાં ભારતના વર્તમાન ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે દ્વારા એક  રાજકીય નેતાના દિકરાના બાઈક ઉપર સવાર થયેલા હતા. 

બીજા ટ્વીટમા તેમણે પાછલા છો વર્ષોમાં ઘોશીત ઈમરજન્સીના સીવાય લોકતંત્રની તબાહી માટે સુપ્રીમ કોર્ટના છેલ્લા 4(ચાર) ચીફ જસ્ટીસો- જસ્ટીસ એસ.એ. બોબડે, જસ્ટીસ,રંજન ગોગોઈ,જસ્ટીસ દીપક મીશ્રા,અને જસ્ટીસ જે.એસ.ખેહરની આલોચના કરી હતી.

એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલનો પ્રશાંત ભુષણને મળ્યો સાથ

એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે પ્રશાંત ભુષણનો સાથ આપ્યો હોવાનુ જાણવા મળ્યુ છે, તેમણે કોર્ટમાં અપીલ કરી હતી કે પ્રશાંતને કોઈ સજા ના આપવામાં આવે, પરંતુ કોર્ટે કહ્યુ હતુ કે જ્યા સુધી પ્રશાંત ભુષણ તેમનુ સ્ટેટમેન્ટ ના બદલે ત્યાં સુધી કોર્ટ તેમને સજા આપ્યા વગર ના રહી શકે.

આ પણ વાંચો: ફેસબુકે ભાજપની નારાજગીના ડરથી તેમના નેતા ઉપર કોઈ કાર્યવાહી ના કરી: રીપોર્ટ

વધુમાં વેણુગોપાલે કહ્યુ હતુ કે મારી પાસે નવ(9) જજોની લીસ્ટ છે જેમને કહ્યુ હતુ કે ન્યાયપાલિકા ના ઉચ્ચ પદો પર ભ્રષ્ટાચાર છે. એવુ મે પણ 1987 માં કહ્યુ હતુ.

અવમાનના ના કેસ ઉપર કુરીયન જોષેફે ઉઠાવ્યા સવાલ

જસ્ટિસ સી.એસ. કર્ણન વિરૂધ્ધ અવમાનના ની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં ન્યાયાધીશ જોસેફે કહ્યું કે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોનો સામૂહિક વિવેક છે કે આ મામલાની સુનાવણી ઓછામાં ઓછી સાત વરિષ્ઠ-ન્યાયાધીશોની બેંચ દ્વારા થવી જોઈએ.

તેમણે જણાવ્યુ છે કે બંધારણની કલમ  145 હેઠળ સંવિધાનના અર્થઘટનને લગતા મૂળભૂત પ્રશ્નો સાથે કોઈ નિર્ણય લેવા માટે ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની બેંચ હોવી જોઈએ, અને કોર્ટ દ્વારા સ્વયંસંચાલિત કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા દોષિત વ્યક્તિને આંતર અદાલતની અપીલ માટેની તક મળવી જોઈએ.

આ પણ વાંચો: સમાધાન: કોન્ગ્રેસના કાર્યાલય પહોંચ્યા સચીન પાઈલોટ

‘ઉદાહરણ તરીકે, કોર્ટ દ્વારા સ્વયંમ સંચાલીત કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલ વ્યક્તિને ઇન્ટ્રા-કોર્ટ અપીલ માટેની તક હોવી જોઈએ કે નહીં, ફોજદારી બાબતોમાં દોષિત ઠેરવવાના અન્ય સંજોગોમાં, દોષિત વ્યક્તિ અપીલ દ્વારા બીજી તક મેળવવાનો હકદાર છે.

તેમણે જણાવ્યુ છે  અદાલતો દ્વારા ન્યાયનો મૂળ આધાર પરિણામોની અસરને ધ્યાનમાં લીધા વિના ન્યાય પૂરો પાડવાનો છે. પરંતુ જો ન્યાય કરવામાં ન આવે અથવા તે ન મળે તો ચોક્કસ અન્યાયી સાબીત થશે. ભારતની સુપ્રીમ કોર્ટે આવું થવા ન દેવું જોઈએ.

Contribute Your Support by Sharing this News: