ગરવીતાકાત થરાદ: લાખણી તાલુકાના પેપરાલની સીમમાં રહેતી ૧૯ વર્ષની યુવતી સોમવારના બપોરના ચારેક વાગ્યાના સુમારે પોતાની નાની બહેન સાથે ખેતરેથી નીકળી ગામના દશરથભાઈ પ્રજાપતિના ખેતરમાં મોટી બહેને ભાગથી વાવેતર કરેલ હોઇ તેના ખેતરમાં ચાર (લીલુ ઘાસ) લેવા માટે નીકળી હતી.

તેની તેમના ખેતરના ઝાંપા પાસે તેમના ગામનો પટેલ કમલેશભાઈ દલાભાઈ મોટરસાયકલ પર ગેળા બાજુના રસ્તેથી આવ્યો હતો અને તેણીને જોઇ મોટરસાયકલ ઊભું રાખ્યું હતું. તેણે ચારેક મહિનાથી તેણીને સીમકાર્ડ સાથેનો મોબાઇલ આપીને ફોન પર વાત કરતો હોઇ તેની પાસે ઉભી રહેતાં તેણે મોટરસાઇકલ પર બેસવાનું કહેતાં ના પાડી હતી. આથી તેણે જો તું નહીં બેસે તો ફોનનું રેર્કોડિંગ બધે ફરતું કરી દઈશ તેવી ધમકી આપતાં ડરીને તેણી મોટર સાયકલ પર બેઠી હતી.આથી કમલેશભાઇ તેણીને લાખણી પેટ્રોલ પંપની બાજુમાં બાવળોની ઝાડીમાં લઈ જઈ તેણી સાથે બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાર પછી લાખણી હોસ્પિટલમાં મુકી ત્યાંથી જતો રહ્યો હતો. બીજી બાજુ તેણી ને એકલી જોઈ એક ભાઈએ પુછપરછ કરતાં તેની મદદથી બનાવ અંગે ઘરે જાણ કરી હતી. સવારમાં કુટુંબના માણસો ને વાત કરી તેણીએ થરાદ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવસખોર સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવથી પંથકમાં ફિટકારની લાગણી પ્રસરવા પામી હતી.

Contribute Your Support by Sharing this News: