ઉમિયાધામના લક્ષચંડી મહાયજ્ઞના માધ્યમથી દેશમાં પાટીદારોનો ‘પાવર’ દર્શાવાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૭)

પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા ઊંઝા ઉમિયાધામ દ્વારા આયોજિત લક્ષચંડી મહાયજ્ઞ માધ્યમ થી ફરી ગુજરાત અને દેશમાં પાટીદારોનું રાજકીય શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.18 થી 22 ડિસેમ્બર ના રોજ આયોજિત આ કાર્યક્રમ માં દેશના કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહ ઉપરાંત ,ત્રણ રાજ્યોના મુખ્ય મંત્રી,બે રાજ્યોના રાજ્યપાલ,એક કેન્દ્ર સાશિત પ્રદેશના શાસનાધિકારી,બે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી,ઉપરાંત ભાજપ અને કાંગ્રેસના દિગ્જ નેતાઓ સામીલ હાજરી આપવાના છે.

પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા ઊંઝા ઉમિયાધાન દ્વારા 18 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર દરમ્યાન લક્ષચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ મહાયજ્ઞ ના માધ્યમથી પાટીદાર સમાજ ફરી થી ગુજરાતની રાજનીતિમાં પોતાનો પાટીદાર પાવર બતાવા જઈ રહ્યું છે.એટલા માટે જ કડવા પાટીદાર સમાજની કુળ દેવી એવા ઊંઝા ઉમિયાધામ ના આ મહાયજ્ઞ માં કેન્દ્રીય ગુહ મંત્રી થી લઈ,ત્રણ રાજ્યોના મુખ્ય મંત્રી,બે રાજ્યોના રાજ્યપાલ અને ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ હાજરી આપવાના છે.

18 ડિસેમ્બર: 18 ડિસેમ્બરના રોજ આ લક્ષચંડી મહાયજ્ઞ નો શુભ પ્રારંભ થવાનો છે.તેનું ઉદ્ઘાટન એ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ના હસ્તે થવાનું છે.જયારે સમારોહ ના અધ્યક્ષ સ્થાને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ હાજરી આપવાના છે.તો મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય રાજ્ય મંત્રી પરસોતમ રૂપાલા હાજરી આપશે..જયારે અતિથિ વિશેષ તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી,કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ,કેબિનેટ મંત્રી કૌશિક પટેલ,કેબિનેટ મંત્રી સૌરભ પટેલ,અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા હાજરી આપવાના છે…એટલકે પ્રથમ દિવસે જ ગુજરાત ભાજપના 8 દિગ્જ નેતાઓ આ કાર્યક્રમ માં સામીલ થવાના છે.

19-20 ડિસેમ્બર: તો 19 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહ ,કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવયા,કેબિનેટ મંત્રી કૌશિક પટેલ અને સૌરભ પટેલ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ ખાસ હાજરી આપવાના છે.જયારે 20 ડિમ્બરના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,દીવ દમણ ના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ,કેબિનેટમંત્રી ગણપત વસાવા,દિલીપ ઠાકોર,ઈશ્વરપરમાર,કુંવરજી બાવળીયા,રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર,કિશોર કાનાણી અને વિધાનસભા મુખ્ય દંડક પંકજ દેસાઈ એ હાજરી આપવાના છે.

21 ડિસેમ્બર: જયારે ચોથા દિવસે એટલેકે 21 ડિસેમ્બરના રોજ બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર,છત્તીસગઢ ના મુખ્ય મંત્રી ભૂપેશ બધેશ,ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જવાહર ચાવડા,રાજ્ય મંત્રી બચ્ચું ખાબર,વાસણ આહીર,વિભાવરી દવે,રમણ પાટકર,યોગેશ પટેલ,અને નાયબ દંડક આર.સી.પટેલ હાજરી આપવાના છે.

22 ડિસેમ્બર: 22 ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ નું સમાપન થવાનું છે જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ,ગુજરાત ના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ,ગુજરાત વિધાનસભા વિપક્ષ ના નેતા પરેશ ધાનાણી,રાજ્ય મંત્રી ઈશ્વર સિંહ પટેલ,ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત સંસદ સભ્યો અને ધસભ્યો એ હાજરી આપશે.

ઊંઝા ઉમિયા મા લક્ષચંડી મહાયજ્ઞ: આમ આ પાંચ દિવસના લક્ષચંડી મહાયજ્ઞ માં ગુજરાત અને દેશના 41 દિગ્જ નેતાઓ એ કાર્યક્રમ માં સામીલ થવાના છે..ગુજરાત સરકારના તો મુખ્યમંત્રી થી લઇ વિધાનસભા દંડક સુધીના તમામ હોદેદારો એ કાર્યક્રમ માં ખડેપગે હાજરી આપવા છે.ત્યારે આગામી દિવસોમાં ગુજરાતની રાજનીતિ માં ફરી પાટીદારોને કેન્દ્ર સ્થાન આપવામાં આવે તો નવાઈ નહીં.

શેર કરવા અહીં ક્લિક કરો.