ગરવીતાકાત સુરત : રાજ્યની પોલીસ ફરીથી પ્રશ્નોનાં ઘેરામાં આવી છે. સુરતનાં ખડોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ધરપકડ કરાયેલ એક આરોપીને પોલીસે ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. પોલીસના અસહ્ય મારના કારણે આરોપીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે. આ મામલામાં ખટોદરા પોલીસ સ્ટેશનનાં પીઆઈ એમ.બી ખિલેરી તથા પીએસઆઈ ચૌધરી સહિત 8 પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો છે.

મળતી માહિતી પ્રમાણે આ આઠેય પોલીસ કર્મીઓ ફરાર થઇ ગયા છે. જે બાદ એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં આ કર્મીઓનાં નામ છે અને લખવામાં આવ્યું છે કે આ લોકોને જ્યાં જુઓ ત્યાંથી કંટ્રોલ રૂમને જાણ કરવી.

વાયરલ થયેલી તસ્વીર

જોકે આ તસવીરની પુષ્ટી અમે નથી કરી રહ્યાં. પરંતુ સુરત ખટોદરા પોલીસનો વિવાદ સામે આવ્યાં પછી આ તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં તારીખ પણ આજની છે અને પોલીસ ઇન્સપેક્ટરનો સિક્કો પણ લગાવેલો છે.

આ મામલામાં ખટોદરા પોલીસ સ્ટેશનનાં પ્રાંગણમાંથી જ પીઆઇ ખિલેરીની કાર પણ મળી આવી છે. મહત્વની વાત તો એ છે કે આ કાર પર કોઇ નંબર જ લગાવવામાં આવ્યો નથી

બીજા સાથે સમાચાર શેર કરો.