ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લાના વડા શ્રી મયુરભાઈ પાટીલ સાહેબ નો જન્મદિવસ હતો તે નિમિત્તે અરવલ્લી જિલ્લાના પોલીસ લાઈન બોય્સ સેવા ફાઉન્ડેશન નાં સભ્યો પરેશ સોલંકી ભાવેશ ચાવડા,પરેશભાઈ પરમાર,અંકુરભાઈ પ્રણામી અને નિલેશભાઈ રાઠોડ, પીયૂષભાઈ મનાત સવતલસિંહ રાઠોડ દ્વારા સાહેબને પુષ્પગુચ્છ આપીને જન્મદિવસની શુભકામના આપવામાં આવી હતી અને આ ફાઉન્ડેશન વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને આ ફાઉન્ડેશન ભવિષ્યમાં શું કરવા માંગે છે તેની વિસ્તારપૂર્વક માહિતી સાહેબશ્રીને આપવામાં આવી હતી…આ ફાઉન્ડેશન પોલીસનાં પુત્રો દ્વારા ચલાવવામાં આવે છે.અત્યારે પાટણ,સાબરકાંઠા,અરવલ્લી, જિલ્લામાં આ ફાઉન્ડેશન કાર્યરત છે અને નજીકના સમયમાં પહેલા આખા ઉત્તર ગુજરાતમાં શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.પોલીસ લાઈન બોય્સ સેવા ફાઉન્ડેશનનાં અરવલ્લી જિલ્લા તમામ લાઈન બોય અને પોલીસ ભાઈ દ્વારા સાહેબ શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી