બનાસકાંઠા જિલ્લામાં સગીરા ઉપર ૩ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૫)

રાજસ્થાનની બાળકીનુ ગાડીમાં અપહરણ કરી અલગ અલગ સ્થળે ૩ શખ્સોએ પીંખી નાખી 

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પંથકમાં રાજસ્થાનની એક સગીર વયની બાળા સાથે ૩ નરાધમોએ દુષ્કર્મ આચરી બાળકીને પીંખી નાખી હોવાની પોલીસ ફરિયાદ પાંથાવાડા પોલીસ મથકે નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

દેશમાં મહિલાઓ ઉપર દુષ્કર્મ અને અત્યાચારના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ ડોક્ટર પર ચાર નરાધમોએ બળાત્કાર ગુજારી જીવતી સળગાવી દેવાની ઘટનાને પગલે આખા દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. દરમિયાન બનાસકાંઠામાં પાંથાવાડા પોલીસ મથકની હદમાં આવેલા એક ગામમાં રહેતી અને મૂળ રાજસ્થાનની વતની સગીર વયની બાળકી સાથે દુષ્કર્મની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. જે બનાવ અંગે પોલીસ ફરિયાદ અનુસાર બાળકીની ઉંમર માંડ ૧૫ વર્ષ છે અને તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની વતની છે. પોલીસ ફરિયાદ અનુસાર તેને ચાર અજાણ્યા ઈસમો આવીને ગાડીમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ દરમિયાન ગાડીમાં જ એક ઇસમે આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાળકીને જાનથી મારી નાખવાની ધમકીઅો આપી હતી. ત્યાર બાદ આ ચારેય અપહરણકર્તાઓએ બાળકીને અમીરગઢ તાલુકાના કાળીમાટી ધનપુરા ગામના વદીયા બાબુભાઇ કોળી નામના શખ્સને સોંપી દીધી હતી. જેણે પણ આ બાળકી સાથે બળાત્કાર ગુજારી પીંખી નાખી હતી અને ત્યારબાદ આ શખ્સે ધાનેરા ખિમત પાંચ પેપલા ગામમાં રહેતા મહેશભાઇ કોળી નામના શખ્સને ઉપરોકત બાળકીને સોંપી દીધી હતી. જેણે પણ આ બાળકી સાથે દુષ્કર્મ ગુજારી બાળકીને આ વાતની કોઇને જાણ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ પાંથાવાડા પોલીસ મથકે નોંધાવા પામી છે. જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

તાસ્વીર અહેવાલ જયંતિ મેતિયા પાલનપુર 

શેર કરવા અહીં ક્લિક કરો.