પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

સિદ્ધપુરના સરદારનગરના શખ્સ સહિત ૧૭ જેટલા શખ્સો સામે યુવતીની ફરિયાદ

ગરવીતાકાત મહેસાણા: દેદીયાસણની યુવતીને ફોન પર બોલાવી મોઢેરા સર્કલ નજીકના લકીપાર્કમાંથી ઉઠાવી, રીવોલ્વર બતાવી ધાકધમકી આપી ઊંઝા કોર્ટ કમ્પાઉન્ડમાં કોર્ટ મેરેજ કરી જબરજસ્તીથી કાગળો પર સહીઓ કરાવી ભગાડી જવાના અજીબ કિસ્સામાં ૧૭ જેટલા ઈસમો વિરૂદ્ધ મામલો પોલીસમાં દર્જ થતાં ચકચાર મચી જવા પામી છે.

મહેસાણાના દેદીયાસણમાં રહેતા રબારી સમાજની એક યુવતીને સિદ્ધપુર હાઈવે પર બિન્દુસરોવર નજીક આવેલ સરદારનગર સોસાયટીના રબારી સમાજના શખ્સે દિકરીને દાખલ કરેલ છે કે કેમ તેમ ફોન કરી યુવતીને બોલાવીને મોઢેરાના લકીપાર્ક સોસાયટીમાંથી કારમાં ઉઠાવી ઊંઝા કોર્ટ કમ્પાઉન્ડમાં લઈ જઈ કોર્ટ મેરેજ કર્યા તેમજ ગાડીમાં બેસાડીને કાગળોમાં જબરજસ્તીથી સહીઓ કરાવી અને મંદિરમાં લઈ જઈ ફુલહાર કરી ફોટા પાડ્યા. જબરજસ્તી કરી ગડદાપાટુનો માર માર્યો તેમજ ઘરમાં ગાંધી રાખીને રાત્રિ દરમ્યાન બળાત્કાર ગુજાર્યો હોવાની યુવતીએ ફરિયાદ નોંધાવતાં અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ અજીબ કિસ્સામાં ર૭મી, ર૮ મી જૂન ર૦૧૯ ના રોજ બનેલ ઘટનામાં યુવતીએ રબારી સમાજના સિદ્ધપુર સ્થત સરદારનગરના યુવક સહિત મંડાલી તા. ખેરાલુ, વરવાડા, ખોલવાડા, નોદોત્રી સિદ્ધપુર તાલુકાના ત્રણ ગામના શખ્સો તેમજ ખેરાલુના ડભાડ અને ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ મહેસાણા શહેર પોલીસ મથક બી-ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદના પગલે મહેસાણા શહેર પોલીસે ૧૭ જેટલા શખ્સો વિરૂદ્ધ આર્મ એક્ટ – કલમ ૨૫(૧) (એ) અને ઈ.પી.કો કલમ ૩૭૬, ૩૬૬, ૩૪૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬, (૨) અને ૧૪૪ મુજબ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. જેની વધુ તપાસ પો.સ.ઈ. (મહેસાણા બી-ડીવીઝન) એચ.એસ ચાવડા ચલાવી રહ્યા છે.