ગુજરાત વિધાનસભા દંડક શ્રી  પંકજભાઈ દેસાઇ દ્વારા ડિજિટલ સાક્ષરતા અભિયાન માટે દિશા વાન ને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યુ.ગુજરાત  વિધાનસભા મુખ્ય દંડક પંક્જભાઇ દેસાઇ સાહેબે જણાવ્યું કે કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે બેટી બચાઓ બેટી પઢાઓ . આજે દેશની મહિલાઓ  , દિકરીઓ કોમ્યુટરમાં નિપુણ થઇને દેશને આગળ વધારવા માટે સક્ષમ છે . કોમન સર્વિસ સેન્ટર  ( સી.એસ.સી ) દ્વારા ગ્રામ્ય સ્તરે ડિજિટલ સેવાઓ  દરેક જન-જન ને મળી રહી છે. સી.એસ.સી દ્રારા આધુનિક સુવિધાઓ સાથે સાથે રોજગારનું સર્જન પણ થાય છે . ગામડાની દિકરીઓ સશક્ત થઇ રહી છે. ત્રણ લાખથી વધારે મહિલાઓને  સી.એસ.સી ના માધ્યમથી રોજગાર મળી ચુક્યો છે . હાલમાં દેશમાં અંદાજિત ૩ લાખ જેટલા સી.એસ.સી મિત્રો દેશને ડિજિટલ રૂપી સેવાઓ જેવીકે આયુષ્માન ભારત કાર્ડ , PMKishan , માન ધન યોજના, આર્થિક વસ્તી ગણતરી જેવી સેવાઓ ઘરેઘરે  પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરીને આર્થિક આવક મેળવીને રોજગારી મેળવી રહ્યા છે. સી.એસ.સી સ્ટેટ મેનેજર શ્રી રોહિતભાઇ પટેલ ,  ડિસ્ટ્રીક મેનેજર શ્રી ચિરાગભાઇ  , શ્રી પિનલભાઇ ,લર્નિંગ લીંક ફાઉન્ડેશનના વિનય મહેરા , ખેડા  જિલ્લા વીએલઇ સોસાયટીના પ્રમુખ વિરલભાઇ પટેલ તથા સેક્રેટરી દેવાંગ ભાવસાર  તથા જિલ્લાના વી.એલ.ઈ. મિત્રો ઉપસ્થીત રહ્યા હતા.

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા 

Contribute Your Support by Sharing this News: