બુધવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની પહેલી બેઠક થઇ. પીએમ મોદીએ પોતાના મંત્રીઓને કહ્યું કે એ સમય પર કાર્યાલય પહોંતે અને ઘરથી કામ ના કરે.

પ્રધાનમંત્રી મોદીએ પોતાના તમામ મંત્રીઓને કહ્યું છે કે એમને સવારે 9.30 વાગ્યા સુધી ઑફિસ પહોંચી જવું જોઇએ અને ઘરેથી કામ કરવું જોઇએ નહીં જેથી બીજા લોકો માટે સારું ઉદાહરણ પ્રસ્તુત થઇ શકે. બુધવારે કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક થઇ. પીએમ મોદીએ એવું પણ કહ્યું કે 40 દિવસના સંસદ સત્ર દરમિયાન કોઇ બહાર યાત્રાએ ના જાય.

પીએમ મોદીએ ખુદનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અધિકારીઓની સાથે સમય પર ઓફિસ પહોંચી જતા હતા. જણાવી દઇએ કે મંત્રીપરિષદની પહેલી બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી મોદી કરી રહ્યા હતા. એમને પોતાના મંત્રીઓને કહ્યું કે એ નવા પસંદ કરવામાં આવેલા સાંસદોને પણ મળે કારણ કે સાંસદ અને મંત્રીમાં વધારે અંતર હોતું નથી. સૂત્રો પ્રમાણે એમને મંત્રીઓને કહ્યું કે પાંચ વર્ષનો એજન્ડા બનાવીને કામની શરૂઆત કરે અને એનો પ્રભાવ 100 દિવસની અંદર નજરે પડવો જોઇએ.

આ બેઠકમાં મંત્રી પરિષદે માર્ચ 2019ના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના આરક્ષણ ઑર્ડિનેન્સને રિપ્લેસ કરવા માટે બિલની મંજૂરી આપી જેનાથી 7000 શિક્ષકોની ભરતી કરી શકાય.

માનવ સંસાધન વિકાસ મંત્રાલય પ્રમાણે આ પગલાનો હેતુ શિક્ષાના ક્ષેત્રમાં સુધારો પર જોર આપતા, એને સમાવેશી બનાવવા અને વિવિધ શ્રેણીઓના લોકોની આંકાશાઓને ધ્યાન રાખવાનો છે.