બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના સરાહનીય પ્રયાસોથી ઝુંપડામાં રહેતાં વંચિત વિચરતી વિમુકત જાતિનાં ભરથરી, વાંસફોડા, દેવીપુજક, રાવળ અને વંચિત વાલ્મીકી જેવા સમુદાયોને ઘરથાળનાં મફત પ્લોટ સરકારે ફાળવી આપ્યા છે.

વિચરતી જાતિના લોકો પોતાનું ઘર બનાવીને રહી શકે તે માટે વિચરતા સમુદાય સમર્થન મંચની રજુઆતને ધ્યાનમાં લઈ બનાસકાંઠા કલેકટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુંસાર ડીસા તાલુકાનાં આસેડા, મહાદેવીયા, ઓઢવાં ગામનાં 29 પ્લોટો અને કાંકરેજ તાલુકાના રાજપુર, રતનપુરા, ભદ્રેવાડી, રવિયાણા, તાણા, શિહોરીના 85 પ્લોટો ફાળવવામાં આવ્યા છે. જે લાભાર્થીઓને પ્‍લોટો ફાળવવામાં આવ્યા છે તેઓ વર્ષોથી ઝુંપડામાં રહે છે. આ વંચિત વિચરતી અને વિમુકત જાતિનાં કુટુબોને ડીસા મામલતદાર કચેરી ખાતે ડીસા પ્રાંત અધિકારી હિરેનભાઇ પટેલનાં હસ્તે સનદ વિતરણ કરવામાં આવી હતી. તેમજ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી, શિહોરી ખાતે કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા અને અગ્રણી ભારતસિંહ ભટેસરીયા, મામલતદારશ્રી એમ.ટી.રાજપુત અને તાલુકા વિકાસ અધિકારીશ્રી અનિલભાઇ ત્રિવેદીનાં હસ્તે મફત પ્લોટનાં હુકમો વિતરણ કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે વિચરતી વિમુકત જાતિનાં લાભાર્થીઓ હાજર રહ્યાં હતાં. પ્લોટ મળ્યાની ખુશી એમનાં ચહેરા પર સ્પષ્‍ટ વર્તાતી હતી. વિચરતા સમુદાય સમર્થન મંચનાં બનાસકાંઠા જિલ્લા સંયોજક નારણ રાવળે આ પ્રસંગે મિત્તલ પટેલ લિંખિત “સરનામા વિનાનાં માનવી” પુસ્તક ભેટ આપી પ્રાંત અધિકારી ડીસા અને ધારાસભ્ય કાંકરેજનું વિચરતી જાતિઓ વતી આભાર વ્યક્ત કર્યો હતો.

બીજા સાથે સમાચાર શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here