ગરવીતાકાત,પાલનપુર: પાલનપુર તાલુકાના માલણ ગામે આવેલી પ્રાથમિક શાળામાં આજે પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માલણ ગામના સરપંચ જે.ડી.પરમાર, એસએમસી અધ્યક્ષ જગમલજી ઠાકોર, શાળાના આચાર્ય રમીલાબેન, કનુભાઇ, ઘેમરજી રાજપૂત તથા અગ્રણીઅોની ઉપસ્થિતિમાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.