ગરવીતાકાત,બનાસકાંઠા: બેદરકાર નર્મદાના અધિકારીઓ એ ટેન્ડર બહાર ના પાડતાં જેલાણા ગામના 50 થી વધુ ખેડૂતોએ પાક બચાવવા જેલાણા માઇનોર કેનાલ ની 3 કી.મી.કેનાલની જાતે સફાઈ કરી..છેલ્લા 3 દિવસથી ખેડૂતો કેનાલમાં ભરાયેલ માટી,કચરો,ઝાડી ઝાંખરા નો નિકાલ કરી જાતે જ કેનાલની સફાઈ કરે છે,પણ ભ્રષ્ટ નર્મદા નિગમ ના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા કાગળ પર કેનાલોની સફાઈ બતાવી કરોડો રૂપિયા ઘર ભેગા કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ,સુઇગામ,ભાભર,થરાદ તાલુકાઓમાં નર્મદાની કેનાલો બનાવાઈ છે,પણ આ કેનાલો નર્મદાના ભ્રષ્ટ અધિકારીઓની નિગરાની નીચે તદ્દન હલકી ગુણવત્તાની બનાવાઈ હોઈ વારંવાર કેનાલો તૂટવાના પ્રશ્નો ઉદભવે છે,તેની પાછળ હકીકતમાં કેનાલોની અપૂરતી સફાઈ અને કેનાલોની હલકી કામગીરી જવાબદાર છે.

નર્મદાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કર્યા સિવાય લાખો રૂપિયા ના બિલ મંજુર કરી દેવાય છે,ઓફિસોમાં બેઠા બેઠા જ કેનાલો ની સફાઈ બતાવી દે છે,ગત ફેબ્રુઆરી માસમાં કેનાલોમાં પાણી બન્ધ કરાયા બાદ નર્મદાના અધિકારીઓ પાસે કેનાલોનું રીપેરીંગ કામ તેમજ સફાઈ કરવા માટે 5 માસ જેટલો સમય હોવા છતાં મોટા ભાગની કેનાલોની સફાઈ કરવામાં નથી આવી,કેટલીક કેનાલોમાં તો સફાઈ કર્યા સિવાય સરકારના આદેશના પગલે કેનાલોમાં પાણી છોડી દેવાયું છે,તો સરહદી વિસ્તારની કેટલીક માઇનોર કેનાલો કોરિધાકોર પડી છે,અને સફાઈ પણ કરાઈ નથી,એક બાજુ વરસાદ ખેંચાયો છે,અને બીજી બાજુ ખેડૂતોએ મોટાભાગના ખેતરોમાં વાવેતર કરેલું છે,ત્યારે પાણી વગર પાકો મૂરજાવા લાગ્યા છે.

કેનાલનું પાણી જ ખેતીપાકોને બચાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે,ત્યારે નર્મદાના અધિકારીઓએ ખેડૂતોને માગણા પત્રક ભરવા માં નહિ આવે તો કેનાલોમાં પાણી નહિ છોડાય,તેવી ડાંડાઈ કરતાં ના છૂટકે ખેડૂતોએ જે તે પિયત મંડળીઓ મારફત માગણા પત્રક પણ ભર્યા પણ તેમ છતાં કેનાલોમાં પાણી છોડાતું નથી,વળી કેનાલોની સફાઈ ન હોઈ અને નર્મદા વિભાગ દ્વારા સફાઈ કામ બાબતે કોઈ રસ ન દાખવતાં આખરે સુઇગામ તાલુકાના જેલાણા ગામના 50 જેટલા ખેડૂતોએ છેલ્લા 3 દિવસથી “જાત મહેનત જીંદાબાદ” કરી શ્રમદાન આરંભી દઈ કેનાલોનું સફાઈ કામ ઘરનું ખાઈ કરી રહ્યા છે,છેલ્લા 3 દિવસમાં 3 કી.મી.જેટલી કેનાલ ની સફાઈ કરી છે.

કેનાલોમાં ભરાયેલ બબ્બે ફૂટ માટી,કચરો,ઝાડી ઝાંખરા ને સાફ કરી કેનાલમાં પાણી આવે તો ખેતરોમાં વરસાદ વગર મુરઝાતો પાક બચાવી શકાય તે આશાએ 3 દિવસથી મફતની મજુરી કરી રહ્યા છે,ત્યારે નફ્ફટ નર્મદા વિભાગ ખેડૂતો ની હાલતની ચિંતા કરી સત્વરે જવાબદાર એજન્સી મારફત કેનાલ સફાઈ કરાવી પાણી છોડાવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છ.