પાલનપુરમા એક કરોડના ખર્ચે પે-પાર્કિંગ આકાર પામશે

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,પાલનપુર(તારીખ:૨૭)

સરહદી બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં વકરતી જતી ટ્રાફિક અને ર્પાકિંગની સમસ્યાના નાથવા માટે નગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં રૂપિયા એક કરોડના ખર્ચે આધુનિક પે-ર્પાકિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. બે માળના આ ર્પાકિંગમાં ૨૦૦ જેટલા નાના-મોટા વાહનો પાર્ક કરી  શકાશે. જેને લઇ વાહન ચાલકોને ટ્રાફિક અને ર્પાકિંગ સમસ્યાથી છુટકારો મળશે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે.

પાલનપુરમાં વિવિધ કોમ્પ્લેક્ષમાં ર્પાકિંગ ના અભાવે લોકો જાહેર માર્ગો પર પોતાના વાહનો પાર્ક કરતા હોઈ શહેર માં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. સાથે જાહેર માર્ગો પર વાહનોનો ખડકલો જામવાને લઈ લોકોને અવાર જવર કરવામાં મુશ્કેલી ભોગવવી પડે છે. જેને લઈ નગરપાલિકા દ્રારા શહેર માં ટ્રાફિક અને ર્પાકિંગની સમસ્યાને હળવી કરવા માટે સરકારની અમૃતમ યોજના હેઠળ અર્બન ટાંસ્ફોશનની ગ્રાન્ટમાંથી રૂ.એક કરોડ ના ખર્ચે શહેરમાં મધ્યમાં આવેલ પાવર હાઉસ વિસ્તારની કે.મા ચોકસી સ્કુલ પાછળની ખુલ્લી જગ્યામાં પે-પાર્કગ બનાવવાનું આયોજન કરાયું છે. ભોંયતળિયે તેમજ ઉપરના માળ વાળા પે-ર્પાકિંગમાં ૧૫૦ ટુ-વ્હીલર અને ૨૫ જેટલી ગાડીઓ પાર્ક થઈ શકશે. જેને લઈ પાલીકાની આવકનો સ્ત્રોત વધશે. તેમજ આ ર્પાકિંગથી લોકોના વાહનોની સલામતી જળવાઈ રહેશે. અને શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનશે જેને લઈ ટ્રાફિક પોલીસને પણ રાહત મળશે.

ગમ્યું તો આગળ શેર કરો.