ડીસા થી ચાર વર્ષ અગાઉ થયેલ વાહન ચોરીના ના મુદ્દામાલ સાથે ચાલક ઈસમ ને પકડી પાડતી પાથાવાડા પોલીસ

ગમ્યું તો આગળ શેર કરો.

પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, સરહદી રેન્જ, કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ તેમજ શ્રી આર.કે.પટેલ સાહેબ I/C પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુરનાઓ એ જીલ્લામાં બનતા મીલ્કત સંબધી ગુન્હાઓ અટકાવવા સુચના આપેલ. જે મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.કે વાળા સાહેબ ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇન્સ એલ.જી.નકુમ તથા હે.કો. ભરતસિહ કરશનજી તથા હે.કો. વિજુસિંગ કંચુસિંગ તથા પો.કો.ભરતજી કલુજી તથા પો.કો.જોરાવરસિહ ચતુરસિહ નાઓ ને આજ રોજ બાતમી મળેલ કે એક ઈસમ ચોરી ની વેગન આર ગાડી લઇ ને ડીસાથી રાજસ્થાન તરફ જઇ રહેલ છે. જે બાતમી આધારે વોચ તપાસ મા રહી પાથાવાડા ધનિયાવાડા રોડ મુકામે મારૂતી વેગન આર ગાડી નં:GJ -08-F-3225 તથા ચાલક નરેશકુમાર મોહનલાલ ગેલોત રહે. અમી સોસાયટી , ડીસા વાળા ને પકડી તપાસ કરતા સદર વર્ણન વાળી ગાડી ચાર વર્ષ અગાઉ ડીસાથી ચોરાયેલ હતી અને ડીસા સીટી ઉત્તર પો.સ્ટે ફ.ગુ.ર.નં ૪૦/૨૦૧૫ ઈ.પી.કો.ક. ૩૭૯ મુજબ ફરીયાદ નોધાયેલ છે. સદર ઈસમ ની સી.આર.પી.સી. ૪૧-૧-ડી મુજબ અટકાયત કરી વાહન કબજે કરી કાયદેસર કરવામા આવેલ છે.

તસ્વીર કપીલસિહ દરબાર બહુચરાજી 

ગમ્યું તો આગળ શેર કરો.