ગરવીતાકાત,પાટણ: પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરમાં જીવનાં જોખમે ઉતરેલ કર્મીનો વિડીયો વાઈરલ થયો છે. પાટણ નગરપાલિકાના ભૂગર્ભ ગટર વિભાગના કોન્ટ્રાકટર દ્વારા સેફટી વગર કર્મીને ભૂગર્ભ ગટરમાં ઉતારતા અનેક સવાલો ઉભા થયા છે. જીવન રક્ષક ઉપકરણ ઓક્સિઝન માસ્ક જેવી સુવિધા વગર સફાઈ કર્મીને ભૂગર્ભ ગટરમાં ઉતારતાં સ્થનિક આગેવાનેએ વિરોધ નોંધાવ્યો હતો.

આ ઘટનાનો આગેવાને લાઈવ વિડીયો બનાવી નગર પાલિકાના જવાબદાર કોન્ટ્રાકટરનો લીધો ઉધડો હતો. નોંધનિય છે કે ઓક્સિઝન માસ્ક વગર ભૂતકાળમાં પણ અનેક સફાઈ કર્મીઓ એ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ દર્શન હોટલમાં સાત લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. છતા પણ તંત્રએ કોઈ સીખ લીધી ન હોય તેમ લાગી રહ્યું છે.

બીજા સાથે સમાચાર શેર કરો.