કોરડા ગામેથી રોકડ રૂ.42,640 સાથે 6 જુગારીઓને પકડી પાડતી વારાહી પોલીસ

ગરવીતાકાત પાટણ: પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક શોભા ભુતડા તરફથી જીલ્લામાં પ્રોહી.જુગારની બદી નેસ્તનાબૂદ કરવા જરૂરી સુચના આપતા એચ.કે.વાઘેલા સાહેબ, DySp રાધનપુરના માર્ગદર્શન હેઠળ પ્રોહીજુગારનાં કેસો શોધવા પોલીસ પ્રયત્નશીલ હતી.

તે દરમ્યાન તા.06/06/2019 એસ.આર.ચૌધરી પો.સબ.ઇન્સ. વારાહી પો.સ્ટે., અ.હેડ.કોન્સ. ભરતકુમાર માનાભાઇ, આ.પો.કો. કલ્પેશભાઇ ધુળાભાઇ, અ.પો.કો. જયદેવભાઇ ધીરજીભાઇ, અ.લો.ર. મહેન્દ્ર કુમાર મમુજી, અ.લો.ર. કલ્પેશકુમાર બાબુલાલ પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.

આ દરમ્યાન ગઢા ત્રણ રસ્તા આવતાં પોલીસને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે કોરડા ગામે કોરડા-રામપુરા-ગઢા રોડ ઉપર રહેતા ઠાકોર બેચરભાઇ નેમાભાઇના ઝાંપાની બાજુમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો ખુલ્લામાં ગે.કાનો હારજીતનો તીનપત્તિનો જુગાર પોતાના અંગત ફાયદા સારૂ રમી રમાડે છે.જે હકિકત આધારે પંચો સાથે રેઇડ કરતાં જુગાર રમતા કુલ-6 ઇસમોની અંગ જડતીમાંથી તથા દાવ ઉપરથી મળી કુલ રોકડ રૂ.42,640 સાથે પકડાઇ જતાં જેઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-12 મુજ્બનો ગુનો રજી. કરી આગળની તપાસ ચાલુમાં છે.

 

પકડાયેલા જુગારીયોના નામ

(1) રાવળ બાબુભાઇ માવજીભાઇ રહે-કોરડા તા.સાંતલપુર જિ.પાટણ
(2) મલેક સિકંદરખાંન ગાજીખાંન રહે-બામરોલી તા.સાંતલપુર જિ.પાટણ 
(3) ઠાકોર ભરતભાઇ અરજણભાઇ રહે-બામરોલી તા.સાંતલપુર જિ.પાટણ 
(4) મલેક નઝીરખાંન વજાજી રહે-બામરોલી તા.સાંતલપુર જિ.પાટણ 
(5) આયર નાગદાનભાઇ લુંભાભાઇ રહે-વૌવા તા.સાંતલપુર જિ.પાટણ 
(6) રબારી પાંચાભાઇ નાથાભાઇ રહે-વૌવા તા.સાંતલપુર જિ.પાટણ

Contribute Your Support by Sharing this News: