ગરવીતાકાત પાટણઃ પાટણ નગરપાલિકા તેમજ મામલતદારની બે ટીમો દ્વારા પ્રાઇવેટ 29 હોસ્પિટલો અને બે હોટલમાં તપાસ કરી મંગળવારે પાટણમાં તંત્રની બે ટીમોએ 29 પ્રાઇવેટ હોસ્પિટલો અને બે હોટલોમાં તપાસ કરી હતી. જેમાં માત્ર એક હોસ્પિટલને બાદ કરતા બીજી તમામ હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિધા ન જણાતાં 26 હોસ્પિટલો અને બે હોટલોને નોટિસ ફટકારાઇ હતી. શહેરના સુભદ્રાનગર અને જુના બસ સ્ટેન્ડ સામે મામલતદાર હિમાંશુ ચૌહાણ, નગરપાલિકા તેમજ મામલતદારની બે ટીમો દ્વારા પ્રાઇવેટ 29 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ તેની તપાસ કરી હતી જેમાં એક હોસ્પિટલમાં સુવિધા હતી.આલ્ફા તેમજ ગોકુલ હોટેલમાં પણ તપાસ દરમિયાન ફાયર સેફટીની સુવિધા જણાઈ ન હોવાથી તંત્ર નોટિસ ફટકારી છે.જોકે સીટીપોઇન્ટ થીઅેટરમાં પણ ચેકીંગ કર્યું હતું જેમાં ફાયરસેફ્ટી સુવિધા હતી. પાલિકાના કોર્પોરેટર ડો. નરેશદવે એ આઈ એમ એ ના પ્રમુખ નિખિલ ખમાર સાથે સંકલન કરીને આ મામલે ડોક્ટરોએ હોસ્પિટલમાં શું વ્યવસ્થા કરવાની થાય છે તેનું માર્ગદર્શન આપવા માટે પાલિકા તંત્રને સૂચના આપી હતી.

આ હોસ્પિટલમાં ફાયરસેફ્ટીનો અભાવ
(1) અવની હોસ્પીટલ એન્ડ નસિંગ હોમ , સુભદ્રાનગર
(2) ડો.કાન્તીભાઈ બી . પટેલ ,ડો . વિશાલ પટેલ ,સુભદ્દાનગર
(3) સર્વોદય ડીઝીટલ એકસ રે સુભદ્રાનગર
(4) ડો. વિશાલ પી . પટેલ વત્સલ બાળકોની હોસ્પીટલ ગજાનંદ કોપ્લેક્ષ
(5) સોનલ ચિલ્ડ્રન હોસ્પીટલ ડો.ચીનુભાઈ શાહ,સુભદ્દાનગર
(6) પટણી આંખની હોસ્પીટલ ડો. અશોક પટણી સુભદ્રાનગર
(7) આશીર્વાદ ઓર્થોપેડીક હોસ્પીટલ સુભદ્રાનગર
(8) ડો. ૨શ્મી ટી.શાહ,સુભદ્રાનગર
(9) ર્ડો . હિનય બારોટ તારાદેવી સર્જીકલ હોસ્પીટલ ગજાનંદ કોમ્પલેક્ષ
(10) રાઈટ ચોઈસ સાયકલ વર્લ્ડ સુભદ્દાનગર
(11) મહેતા આંખની હોસ્પીટલ સુભદ્રાનગર
(12) શકિત ઓર્થોપેડીક હોસ્પીટલ ડો. મુકેશ પટેલ સુભદ્રાનગર
(13) ડો.મહેતા હોસ્પીટલ ભગત કોપ્લેક્ષ
(14) ડો. અરવિંદ કે . પટેલ જુના બસ સ્ટેન્ડ સામે
(15) શ્રી રંગ ડેન્ટલ કેર ડો. હર્ષિત ભાસ્કર પંડયા જુના બસ સ્ટેન્ડ સામે
(16) ડો. હેમચંદ્ર વી . પટેલ ગાયત્રી સર્જીકલ હોસ્પિટલ જુના બસ સ્ટેન્ડ સામે
(17) ડો . ધૃતિ મોદી જુના બસ સ્ટેન્ડ સામે
(18 ) આમિલ હોસ્પીટલ સુભદ્રાનગર
(19) ડી . જી . વુમન્સ હોસ્પીટલ બસ સ્ટેશન રોડ
(20) હર્ષરાજ હાર્ટ કેર હોસ્પીટલ સુભદ્દાનગર
(21) સીટી સ્કીન કેર કન્સલ્ટેશન સુભદ્રાનગર
(22) સીટી હોસ્પીટલ આલ્ફા હોટલ પાસે
(23) શકિત ઓર્થોપેડીક હોસ્પીટલ ‘ સુભદ્દાનગર
(24) હોટલ ગોકુલ સીટી હોસ્પીટલ ઉપર
(25) હોટલ આલ્ફા સીટી પોઈન્ટ રોડ
(26) લાઈફ કેર હોસ્પીટલ ડો. નિશાંતભાઈ

આ હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી ચાલુ છે
(1) પ્રિયાન હોસ્પીટલ ડો.નિર્મલ પટેલ – એક જ ફાયર એકસ્ટીમ્યુલર છે.
(2) શ્યામ હોસ્પીટલ ડિ . મકુંદ પી . પટેલ સુભદ્દાનગર – એક
(3) લાઈફ કેર હોસ્પીટલ સુભદ્દાનગર – બે

સુરતની ઘટના બાદ જિ.પંચાયતે સિલિન્ડર રિફિલિંગ કરાવ્યા
પાટણ કલેકટર કચેરીના સંકુલમાં આવેલી ડિઝાસ્ટર કચેરીમાં જ ફાયરસેફ્ટીના સિલિન્ડર બે માસ પહેલા એક્સપાયરી ડેટ થઈ ગયા હતા. જિલ્લા સેવા સદનમાં પણ વર્ષ 2016માં એક્સપાયરી ડેટ થઈ ગયેલા ફાયર સેફટી સિલિન્ડર દિવાલ પર લટકી રહ્યા છે.જિલ્લા પંચાયતમાં એક્સપાયરીનું રિફિલિંગ કરાવી દેવાયું છે. બીજા 5 નવા સિલિન્ડર ખરીદી કુલ 12 સિલિન્ડર લગાવવામાં આવ્યા છે. કલેકટર કચેરીમાં તેમજ ડિઝાસ્ટર કચેરીમાં પણ 15 નવા સિલિન્ડર લગાવવા માટેની કામગીરી હાથ ધરાઇ છે.

હારિજ પાલિકાનું ફાયર ફાઈટર ધૂળ ખાઈ રહ્યું છે
હારીજ પાલિકાનું ફાયર-ફાઇટર બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. 16 જેટલી જિનિંગ ઉધોગ ધમધમી રહ્યો છે તેમા આગ લાગવાની ઘટનાઓ પણ બનતી રહે છે. હારિજ નગરને સરકાર દ્રારા લાખોના ખર્ચે મળેલું ફાયર-ફાઇટર કોઈ દિવસ કામમાં આવતું નથી. આગ લાગે ત્યારે પાટણ ચાણસ્મા અથવા રાધનપુરથી ફાયર ફાઈટર મંગાવવામાં આવે છે.જીનીગોમા પણ કોઇ સગવડ હોતી નથી. હારીજ નગરપાલિકા દ્વારા શહેરના 23 જુદાજુદા એકમોને ફાયર પ્રોડક્શન અને ફાયર સેફટી અંતર્ગત નોટિસો આપવામાં આવી છે.