મોર્ગેજમાં મુકેલા શાકુંતલ ગ્રીન સીટી સોસા.માં 12, યસ બંગ્લોઝમાં બે, સીસ બંગ્લોઝમાં 1, મળી કુલ 15 બંગલા મામલતદારે ટાંચમાં લઈ સીલ કર્યો

ગરવીતાકાત પાટણઃ શિવએગ્રો એન્ડ રિફોઇલ્સ લિમિટેડ દ્વારા દેનાબેંકની રૂ 36 કરોડની લોન ભરપાઈ કરવામાં આવી ન હોવાથી મોર્ગેજ કરેલી પાટણની 15 પ્રોપર્ટીને મામલતદારે ટાંચમાં લઈ સીસ બંગ્લોઝ યશ બંગ્લોઝ અને શાકુંતલ ગ્રીન સીટી સોસાયટીમાં આવેલા 15 બંગલાને સીલ મારી બેન્કને સુપ્રત કરી રૂ 36 કરોડની વસુલાત કરવામાં
આવી છે.

દેના બેંક માંથી શિવ એગ્રો એન્ડ રીફોઇલ્સ લિમિટેડ દ્વારા રૂ 36 કરોડની લોન લેવામાં આવેલી હતી પરંતુ સમયમર્યાદામાં તે લોનની ભરપાઈ કરવામાં આવી ન હોવાથી વર્ષ 2017 થી બેંકના લેણા ખેંચાતા હતા જેને પગલે જિલ્લા એજ્યુકેટીવ મેજીસ્ટ્રેટ પાટણના આદેશથી સરફેઇસી એક્ટ 2002ની કલમ 14 મુજબ પાટણ મામલતદાર હિમાંશુ ચૌહાણે તેમની ટીમ સાથે પાટણના શિશબંગ્લોઝમાં એક, યસ બંગ્લોઝમાં બે અને શાકુંતલ ગ્રીન સીટી સોસાયટીમાં 12 મળી કુલ 15 બંગલા સીલ કર્યા હતા અને તે મિલકતો દેના બેન્કને સોંપી રૂ 36 કરોડની વસૂલાત કરી હતી તેવું મામલતદાર કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું