ગરવીતાકાત,અરવલ્લી: પરસોડા પ્રાથમિક શાળા ખાતે શ્રાવણ માસ અમાસ નિમિતે શિક્ષકો દ્વારા શાળા ના બાળકો ને તિથિ ભોજન આપવા માં આવ્યું હતું. જે પ્રસંગે શાળા ના બાળકો એ સદાશિવ ભોળાનાથ ની પ્રાર્થના કરી ભોજન ની શરૂઆત કરી હતી.. જે પ્રસંગે સી.આર.સી, બી.આર. સી તેમજ શાળા ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શાળા ના આચાર્ય શ્રીમતી સંગીતાબેન ગોર એ સૌ નો આભાર માની બાળકો પાસે થી સ્વચ્છતા જાળવવા માટે ના શપથ લેવડાવ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: