પાટીદાર અનામત આંદોલનનું હવે કોઇ અસ્તિત્વ નથી: નરેશ પટેલ

૧૦ ટકા અનામત બાદ આંદોલન ન થાય : હાર્દીક પટેલ

અનામત આંદોલન ર૦૧૭ પહેલા પુર્ણ થયુ હતુ પણ હવે કોંગ્રેસ સાથે સેટીંગ થયુ એટલે આંદોલન બંધ કરાયુ : વરૂણ પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વિનરો અને અગ્રણી સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના સભ્યો સાથે આજે બુધવારે રાજકોટ ખાતે અલ્પેશ કથિરિયા સહિત પાટીદારો પર થયેલા પર ખેંચવા અને અલ્પેશ ને છોડાવવા માટે બેઠક યોજાઇ હતી. બેઠક બાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મીડિયા સાથે વાત કરી હતી. અલ્પેશ કથિરીયાને જેલમાંથી મૂક્ત કરવા માટે ટૂંક સમયમાં કમિટી બનાવાશે અને સરકાર સાથે વાત કરવાનું જણાવ્યું હતું. સાથે સાથે તેમણે પાટીદાર અનામત આંદોલનનું અસ્તિત્વ ન હોવાનું પણ જણાવ્યું હતું. નરેશ પટેલ બાદ હાર્દિક પટેલે પણ તેમના સૂરમાં સૂર પુરાવ્યો હતો અને કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનોન હવે કોઇ મતલબ નથી.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના યુવકો અલ્પેશ કથિરીયાની જેલમૂક્તિ માટે મારી સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં અલ્પેશ કથીરિયા સિવાય અન્ય પાટીદાર યુવકો ઉપર થયેલા કેસોની પણ ચર્ચા થઇ હતી. પાટીદાર યુવકોએ આ કેસમાં તેમની મદદ કરવાની વિનંતી કરી હતી. પાસના મુખ્ય કન્વિનરોએ મારી પાસે સમય માંગ્યો હતો કારણ કે, અલ્પેશ કથીરિયાની જેલ મુકિત માટે વાત કરવાની હતી. વાત થઇ એ પ્રમાણે કમિટિ બનાવવામાં આવશે એટલે કે આ અઠવાડિયામાં કમિટિ બનવામાં આવશે અને પછી સરકાર સાથે વાત કરવામાં આવશે. જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસથી મદદ કરીશ.

Contribute Your Support by Sharing this News: