રીપોર્ટ,તસ્વીર - જંયતી મેતાયા

ગરવી તાકાત,ગુંદરી: ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ અસામાજિક બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ના પાંથાવાડા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરી બનાસકાંઠા જિલ્લાના  દાંતીવાડા તાલુકામાં દારૂને નેસ્તનાબૂદ કરવા  માટે પાંથાવાડા પોલીસ દ્વારા  સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ નાઓના માર્ગદર્શન હેઠળ પાંથાવાડા પો.સ.ઇ. એ.કે.દેસાઇ સહીત ટીમના માણસો ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરતા હતા.

આ પણ વાંચો – કડીના બહુચર્ચીત દારૂ કૌભાંડમાં સંડોવાયેલ હેડ કોન્સ્ટેબલ ના 4 દિવસના રીમાન્ડ મંજુર

આ દરમ્યાન મળેલ બાતમી આધારે મંડાર (રાજ.) તરફથી આવતી ટોયટો ઇટીઓસ ગાડીની ડેકીમાંથી વિદેશી દારૂની કુલ પેટી નંગ -25 કુલ બોટલ નંગ- 1200 કુલ કિમત રૂપિયા 1,20,000 તથા ઇટીઓસ ગાડી ગાડી કિમત રૂ. 1,00,000 તથા મોબાઇલ નંગ -૨ કિમત રૂપિયા 5000 મળી કુલ કિંમત રૂપિયા 2,25,000 ના મુદામાલ સાથે ચાલક દીપચંદરામની વાસજી જાટ (ચૌધરી) રહે . અજીતપુરા ભગવાનપુરા તા . નાવા જી.નાગોર (રાજ.) તથા સુરેશભાઇ સીતારામ જાટ (ચૌધરી) રહે. મગનપુરા ખોટુ શ્યામજી તા.દાતારામગઢ જી.શીકર (રાજ.) વાળાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Contribute Your Support by Sharing this News: