બિમાર યુવકની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મફતમા સારવાર કરી
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધવા લાગતા લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના ગરીબ  અને મધ્યમ વર્ગના ખેડૂત પરિવારના દીકરાને સાપ કરડવાથી ખૂબ જ  ગંભીર હાલત થતા પાલનપુર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલત વધારે ખરાબ થતાં  પાલનપુરના ડોક્ટર હાઉસમાં આવેલ આઇ.સી.યુ માં દાખલ કરવામાં આવ્યો હતો અને દર્દીની  હાલત વધારે ગંભીર હોવાથી  શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તાત્કાલિક ધોરણે વેન્ટિલેટર પર રાખી સારવાર ચાલુ કરવામાં આવી હતી. તેથી આઇ.સી.યુના ડોક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રીટમેન્ટ કરતા માનવતાની દ્રષ્ટિએ ૧૮ વર્ષના  શ્રવણ મકવાણાને સતત ત્રણ દિવસ સુધી તમામ સુવિધાઓ પૂરી પાડીને જીવ બચાવ્યો હતો. ત્યારે આઇ.સી.યુ ના સ્ટાફ દ્વારા નજરે જોવા મળ્યું કે દાખલ કરેલ દર્દીના પિતા ઉમેદભાઈ મકવાણા પોતે ગરીબ અને મધ્યમ વર્ગના છે. જેથી કોરોના મહામારી વચ્ચે જેમની પાસે પૂરતા પ્રમાણમાં રૂપિયા ન હોવાથી પોતે હોસ્પિટલનું બિલ ભરી શકે તેમ નથી અને દર્દીની માતા છેલ્લા બે દિવસથી જમવાનું પણ પ્રાપ્ત થયું નથી. જેથી સ્ટાફ  દ્વારા સ્વસ્તિક આઇ.સી.યુ ના ડો.ઉમંગભાઈ વૈષ્ણવને જાણ કરતા ડોક્ટર દ્વારા  માનવતાની દ્રષ્ટિએ  ખર્ચને માફ કરી મફતમાં સારવાર  કરવામાં આવી હતી.જેમાં ફ્રી  સેવા કરી માનવતાની દ્રષ્ટિએ  દર્દી શ્રવણ ઉમેદભાઈ મકવાણાનો જીવ બચાવ્યો હતો. દર્દી શ્રવણના પિતા ઉમેદભાઈ મકવાણા દ્વારા તબીબનો ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Contribute Your Support by Sharing this News: