પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલનો કોરોના વાયરસને લઇ નવતર પ્રયાસ : સ્કૂલ એટ હોમ

ગમ્યું તો આગળ શેર કરો.

ગુજરાત સરકારએ કોરોના વાયરસને કારણે તા.૧૬ માર્ચથી ૨૯ માર્ચ સુધી બાળકોને શાળામાં રજા જાહેર કરવાનો નિર્ણય આપેલ છે. જે અંતર્ગત સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલીત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને સ્વસ્તિક બાલમંદિર દ્વારા બાળકોનો અભ્યાસ ન બગડે તે હેતુથી સ્કૂલ એટ હોમ  અર્થાત “શાળા ઘર સુધી” નામે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બાળકોને વોટસઅેપ દ્વારા રોજેરોજ ગૃહકાર્ય વાલીને મોકલવામાં આવે છે અને વાલી બાળકે કરેલ ગૃહકાર્યનો ફોટો પાડીને વોટ્સએપ દ્વારા મોકલાવે છે તેમજ બહેનો દ્વારા તપાસીને રીવ્યુ પરત મોકલવામાં આવે છે. આ ઉપરાંત બાળક અંગેની કોઇપણ મૂંઝવણ અંગે વાલી સાથે ટેલિફોન દ્વારા સંપર્ક કરવામાં આવે છે અને જરૂર જણાય તો જ વાલીના ઘરે જઈને મૂંઝવણનું નિરાકરણ લાવવામાં આવે છે. ઉપરોક્ત તમામ કામગીરી સોળગામ લેઉવા પાટીદાર સમાજના ઉત્સાહી અને નવયુક્ત વિચારધારા ધરાવતા પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ ગુરૂજીઓ કરી રહેલ છે.

તસ્વીર અહેવાલ: જયંતિ મેતિયા પાલનપુર 

ગમ્યું તો આગળ શેર કરો.