અમીરગઢના ડાભેલા પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરની આસપાસ પહાડોમાં વહેતા ઝરણાને લઇ કાશ્મીર જેવા આહલાદક દ્રશ્યો સર્જાયાં 

અમીરગઢ તાલુકાના ડાભેલા ગામથી અંદાજીત પાંચ કિલોમીટર દૂર આવેલા નિલકંઠ મહાદેવના મંદિર ખાતે કુદરતી સૌંદર્યનો અદ્દભૂત નજારો જોવા મળી રહ્યો છે. મંદિરની આસપાસ પહાડોમાંથી વહેતા ઝરણાંને લઇ જાણે અહીં કાશ્મીર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે સવાર સાંજ આ મંદિરે પૂજા અર્ચના અને મંદિરના ઘંટનાદનો અવાજ સંભળાતા સમગ્ર જંગલમાં ભક્તિસભર વાતાવરણ સર્જાય છે. 

બનાસકાંઠા: વ્યાજખોરોના ખૌફથી શીક્ષક કીડની વેચવા બન્યો મજબુર

શ્રાવણ માસનો પ્રારંભ થતા જ બનાસકાંઠા જિલ્લાના શિવાલયોમાં ભક્તો શિવલિંગની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીને પગલે શિવ મંદિરોમાં ભક્તોની સંખ્યા અને અવર જવર ઓછી હોવાથી લોકો ઘરે જ ભગવાન શિવની ઉપાસના કરતા હોય છે. વરસાદ શરૂ થતાં જ બનાસકાંઠા જિલ્લામાં આંતરિયાળ વિસ્તારોમાં આવેલા શિવ મંદિરો અને તેની આસપાસના જંગલોમાં લીલોતરી છવાઇ જાય છે. તેમાં કેટલાક સ્થળે તો ઝરણાઓ તેમજ નદીઓ વહેતી હોય અદ્ભૂત નજારો સર્જાતો હોય છે.

અરજી: રોડ બનાવતી કંપનીને બ્લેક લીસ્ટ કરવા બેચરાજી ધારાસભ્યની માંગ

આવી જ રીતે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ડાભેલા ગામથી પાંચ કિલોમીટરની દૂરી પર નિલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. અહીં દુર દુરથી શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે આવે છે. ત્યારે મંદિરની આસપાસ કુદરતી સૌંદર્યના આહ્લાદક દ્રશ્યો સર્જાતા લોકો અહીં વહેતા ઝરણાં જોવા માટે અને ફોટોગ્રાફી કરવા માટે પણ ઉમટી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સર્જાતા આ દ્રશ્યો જાણે કાશ્મીર જેવા દ્રશ્યોની ઝાખી કરાવતા હોય છે.
Contribute Your Support by Sharing this News: