ઘરવખરી દટાઈ જવાથી પરિવાર મુશ્કેલીમાં : ગ્રામ પંચાયતની ટીમ ઘટના સ્થળે પહોંચી 

પાલનપુર તાલુકાના ગઢ ગામે રહેતા એક પરિવારનું મકાન ભારે વરસાદને પગલે એકાએક ધરાશાયી થઇ જતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી અને લોકોમાં દોડાદોડ થઈ જવા પામી હતી. જો કે ઘરમાં હાજર સાસુ વહુનો આબાદ બચાવ થઈ જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

બનાસકાંઠા:મલાણા-પાટીયા પાસે રોડ પર અતિશય પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સાર્વત્રિક વરસાદ વરસાવતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે અને ભારે વરસાદને પગલે ઠેક ઠેકાણે જર્જરિત મકાનો અને બિલ્ડિંગ પણ ધરાશાયી થઇ જાય તેવી ભીતિ વર્તાઇ રહી છે. ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ગામે ભારે વરસાદને પગલે એક મકાન એકાએક ધરાશાયી થઇ જવા પામ્યુ હતુ.

બનાસકાંઠા: વ્યાજખોરોના ખૌફથી શીક્ષક કીડની વેચવા બન્યો મજબુર

બનાવ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાલનપુર તાલુકાના ગઢ ગામે રહેતા એક પરિવારનું મકાન વરસાદને પગલે ધરાશાયી થઇ જતાં અને આ સમયે ઘરે સાસુ વહુ હાજર હોવાથી ઘર ધરાશાયી થયું તે પહેલા જ તેઓ બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થઇ ગયો હતો. મકાન ધરાશાયી થવાને પગલે આસપાસના ત્રણ મકાનોને પણ નુકસાન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જો કે આ પરિવારની તમામ ઘરવખરી દટાઇ જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે હાલમાં તો ગઢ ગ્રામ પંચાયતની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર બાબતે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
Contribute Your Support by Sharing this News: