આફ્રિકાના નાગરિકની ગુમ થયેલ બેગ પાલનપુર પોલીસે શોધી આપી 

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,પાલનપુર(તારીખ:૨૭)

સીસીટીવી કેમેરાની મદદથી બેગ શોધવામાં પોલીસને મળી સફળતા 
પાલનપુર એરોમા સર્કલ પાસે ટ્રાવેલ્સમાંથી ઉતરતી વખતે આફ્રિકાના એક નાગરિકની અગત્યના દસ્તાવેજ વાળી બેગ ગુમ થઈ ગઇ હતી. જે સીસીટીવી કેમેરાની મદદથી પાલનપુર પોલીસે આ નાગરિકને શોધી આપી હતી.
પાલનપુર એરોમા સર્કલ ખાતે ટ્રાવેલમાંથી ઉતરતી વખતે ગતરોજ આફ્રિકાના એક નાગરિક પાસેની બેગ ક્યાંક ગૂમ થઈ ગઈ હતી. તે બાબતે તેઓએ નજીકમાં ઉભેલ ટ્રાફિકના જવાનોને જાણ કરતા અને તેમની ભાષામાં વાત કરતાં તેઓને કંઈ સમજણ પડેલ નહીં. જેથી તેઓ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ અને પોલીસ સ્ટેશન ખાતે હાજર પી.એસ.આઈ એલ.જે.વાળા આ નાગરિક સાથે અંગ્રેજી ભાષામાં વાત કરતા તેઓએ જણાવેલ કે તેઓ અમદાવાદથી આબુરોડ ખાતે માધવ યુનિવર્સિટી તેઓના ભાઈ અભ્યાસ કરતા હોય તેઓને મળવા જતા હતા અને તેઓ પરત આવતી વખતે પાલનપુરમાં એરોમા સર્કલ ખાતે ઉતરેલ તે દરમિયાન તેઓની બેગ કે જેમાં લેપટોપ તથા અગત્યના દસ્તાવેજો હતા. તે ક્યાંક ગુમ થઈ ગયેલ છે. તેઓ સુદાની નાગરીક હોઇ ગંભીરતા દાખવી પોલીસવડા તરૂણ કુમાર દુગ્ગલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક આર.કે.પટેલના માર્ગદર્શન મુજબ તથા પી.આઇ આર કે સોલંકીની સૂચના અનુસાર પી.એસ.આઇ એલ.જે.વાળા તથા હે.કો ખુમાભાઇ તથા હે.કો સુરેશભાઇ તથા પો.કો યોગેશદાન સહિતના સ્ટાફે પાલનપુર શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદ મેળવી ઉપરોક્ત આફ્રિકાના નાગરિકને તેની બેગ શોધી આપી હતી. જેને લઇ આફ્રિકાના નાગરિકે પાલનપુર પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
તસ્વીર અહેવાલ જયંતિ મેતીય પાલનપુર 
ગમ્યું તો આગળ શેર કરો.