પાલનપુરમાં સતત ટ્રાફિકથી ધમધમતા એરોમા સર્કલ વાહન ચાલકો માટે શિરદર્દ રૂપ બન્યું છે. એરોમા સર્કલ તથા ફલાયઓવરની આજુબાજુ લારી ગલ્લાવાળાઓએ દબાણ કર્યા હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. આથી પાલનપુર નગરપાલિકા, આરશ્બી અને પોલીસે સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરતા દબાણદારોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ હતી. એરોમા સર્કલ તથા આજુબાજુના વિસ્તારોમાં અને ડીસા હાઇવે પર ગેરકાયદેસર દબાણો અને અડચણરૂપ પાર્ક કરાતા વાહનોના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દબાણ ઝુંબેશ ફક્ત કામ ચલાઊ જ હોય છે થોડા દિવસો પછી જે હાલત જૈસે થે થઈ જતી હોય છે ત્યારે ફરીથી દબાણ ના થાય તે માટે બનાસકાંઠા કલેકટર કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.

Contribute Your Support by Sharing this News: