70TH REPUBLICDAY
70TH REPUBLICDAY
ગરવી તાકાત
કૌભાંડ બાબતે આક્ષેપો સહિતની નગર પાલિકાના સદસ્ય અમૃતભાઇ જોષી દ્વારા રજુઆત કરાઇ
પાલનપુર નગરપાલિકાના સદસ્ય અમૃતભાઈ જોષી દ્વારા કમિશ્નર શ્રી મ્યુનિસિપાલિટી ગાંધીનગરની કોર્ટમાં ગુજરાત મ્યુનિસિપલ એકટ ૧૯૬૩ ની કલમ ૩૭ મુજબ અતુલકુમાર જોષી (ચોક્સી) ને સ્ટ્રીટલાઈટ શાખામાં રૂપિયા ૩,૦૦,૦૦૦ ના કૌભાંડ બાબતે આક્ષેપો સાથે નીચે મુજબની ફરીયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે બાંધકામ સમિતિના ચેરમેન પદેથી તેમજ પાલિકાના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવાની તેમજ પ્રાદેશિક કમિશ્નર મ્યુનિસિપાલિટી ગાંધીનગરની કોર્ટમાં કલમ ૭૦ મુજબ રૂપિયા ૩,૦૦,૦૦૦ ની નાણાંની વસૂલાત કરી કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે હાલના બાંધકામ સમિતિના ચેરમેન અને વર્તમાન સદસ્ય અતુલકુમાર રમણીકલાલ જોષી (ચોક્સી) જ્યારે સ્ટ્રીટલાઈટ કમિટીના ચેરમેન હતા ત્યારે સત્તાનો દુરુપયોગ કરી સ્ટ્રીટલાઈટ શાખામાં કોઝી થી લઈ એરોમા સર્કલ સુધીની સ્ટ્રીટલાઈટ તેમજ હનુમાન ટેકરીથી લઈ મારુતિ શોરૂમ સુધી ૧૦ એમ.એમ.આર્મડ  કેબલ ફોર કોર અંડર ગ્રાઉન્ડ નાખવાની કામગીરીમાં કૌભાંડ આચરી સત્તાનો દુરુપયોગ કરી સંસ્થાને રૂપિયા ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ) નું નુકસાન કરી કૌભાંડ આચરેલ છે.

આ પણ વાંચો – એલ.પી.જી. ટ્રાન્સપોર્ટરો પુર્વોત્તર ભારતમાં અનિશ્ચિતકાળની હડતાલ ઉપર

આમ રજુઆત ના મુદ્દા નંબર (૧) ઉપરોક્ત કામગીરી માટે સ્ટ્રીટ લાઈટ શાખાના સુપરવાઈઝરે આ કામગીરીમાં રૂપિયા ૨ થી ૨.૫૦ (બે થી અઢી) લાખનો ખર્ચ થશે તેવી નોંધ મુકેલ હતી. (૨) આ કામગીરી કરાવવા માટે સ્ટ્રીટલાઈટ લાઈટ કમિટીના ઠરાવ નંબર ૨ નાં ૨૮/૦૬/૨૦૧૭ ના રોજ કરવામાં આવેલ છે કમિટીમાં સુપરવાઇઝરની નોંધ વંચાણે લેવામાં આવી તેમજ આવેલ ભાવો ખોલવા અંગે તેમજ નેગોસીએશન વિગેરે કરાવી સત્તા કમિટીના ચેરમેનને આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ. કમિટીએ આપેલ સત્તાનો દુરુપયોગ કરી નોંધમાં દર્શાવ્યા મુજબ રૂપિયા ૨ થી ૨.૫૦ (બે થી અઢી) લાખમાં કામ થઈ જતું હતું તેની જગ્યાએ રૂપિયા ૫૨૮૦૬૦ નો ખોટો ખર્ચ કરી કૌભાંડ આચરી સત્તાનો દુરુપયોગ કરેલ છે. (૩) આ કામગીરી માટે જાહેર નિવિદા બહાર પાડેલ છે. (૪) જાહેર નિવિદા બહાર પાડી નગરપાલિકા દ્વારા ટેન્ડર કોપી બનાવવામાં આવેલ હતી.
ત્રણ ઇજારદારો એ ત્રણ ટેન્ડર કોપીઓ લઈ ભાવો ભરીને આપેલ હતા, આવેલ ભાવોને આધારે સરખામણી પત્રક બનાવેલ છે તે ધ્યાને લેતા રૂપિયા ૫ લાખ ઉપરાંતની રકમનો ખર્ચ થઈ જાય તે ધ્યાને લઇને ટેન્ડર કેન્સલ કરીને ઓનલાઇન ટેન્ડર નિયમ મુજબ બહાર પાડવું પડે તે બહાર પાડેલ નથી કાયદાકીય જોગવાઈઓનો ભંગ કરી ખોટી રીતે ખોટા ભાવો મંજૂર કરી કમિટીએ આપેલ સત્તાનો દુરુપયોગ કરી કૌભાંડ આચરેલ છે. કમિટીના સદસ્યોએ ચેરમેન અતુલભાઈ જોષીને નોંધ ના આધારે ફક્ત ૨ થી ૨.૫૦ (બે થી અઢી) લાખનો ખર્ચ કરવાની સત્તા આપેલ હતી છતાં ચેરમેન અતુલભાઈ જોષી એ કમિટીના સદસ્યો ને અંધારામાં રાખી આપેલ સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરેલ હોવાના આક્ષેપો સાથેની ફરીયાદ કરાઇ છે.
રીપોર્ટ – જયંતી મેતીયા
Contribute Your Support by Sharing this News: