પાલનપુર પાલિકા રૂ.૨૭ લાખની ઉચાપત કેસમાં થરાદ શાખાના બેંકના કર્મચારીની ધરપકડ 

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,પાલનપુર(તારીખ:૩૦)

ચીફ ઓફીસરે ફોન રિસીવ કરવાનું ટાળ્યું, પોલીસ તપાસમાં અન્ય નામો ખૂલવાની સંભાવના પાલનપુર નગરપાલિકામાં રૂ.૨૭ લાખની ઉચાપત કેસમાં આજે પાલનપુર પૂર્વ પોલીસે થરાદ ખાતેની આઇ.સી.આઇ.સી.આઇ બેન્કના એક કર્મચારીની ધરપકડ કરી છે.

ઉપરોક્ત ચકચારી કેસની વિગત એવી છે કે પાલનપુર નગરપાલિકાના એકાઉન્ટમાંથી ચેક દ્વારા રૂ.૨૭ લાખની ઉચાપત થઇ હોવાનો સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જે કેસમા પાલનપુર પૂર્વ પોલીસ તપાસ કરી રહી હતી. દરમ્યાન આજે પાલનપુર પૂર્વ પોલીસે નગરપાલિકા ઉચાપત કેસમાં થરાદ ખાતે આવેલી આઇ.સી.આઇ.સી.આઇ બેન્કના એક કર્મચારીની ધરપકડ કરી છે. જેમાં થરાદ ખાતેની આ બેન્કના આ કર્મચારીએ ઉચાપત કેસની જાણ હોવા છતાં ખાતું ખોલ્યું હતું તેમ સૂત્રો મારફતે જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર નગરપાલિકામાં આટલી મોટી રકમની ઉચાપત બાદ પોલીસ ફરિયાદ નોંધાતા હવે એક બાદ એક આરોપીની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી છે. ત્યારે તપાસ દરમિયાન કેટલાક મોટા નામો પણ બહાર આવે તેવી સંભાવના વર્તાઇ રહી છે. જો કે હાલમા તો પોલીસે ખાતામાંથી ઉપડેલ રકમ અને ચેકની દિશામા સમગ્ર તપાસનો દોર લંબાવ્યો છે.

તસ્વીર અહેવાલ જયંતી મેતીય પાલનપુર 

ગમ્યું તો આગળ શેર કરો.