ગરવી તાકાત,પાલનપુર 
પાલનપુર તાલુકાના સામઢી મોટાવાસ ગામે ગત શનિવાર ની મોડી રાત્રે નાથીબેન પરમારના ઘરમાંથી ૨૩,૫૦૦ ની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. જેની રવિવારના દિવસે નાથીબેને ગઢ પોલીસ મથકે  અજાણ્યા ચોર વિરુદ્ધ  ફરિયાદ  કરી હતી. જે થયેલી ચોરીનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઇ ગઢ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર એસ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમના માણસો તપાસમા હતા.

આ પણ વાંચો – મહેસાણા જિલ્લા પંચાયતના એકાઉન્ટ શાખાનો લાંચીયો સિનિયર કલાર્ક ઝડપાયો

દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એ.ચૌધરીને ખાનગી બાતમી મળતા બાતમી આધારે પોલીસ સબ ઇન્સપેકટર એસ.એ.ચૌધરી સ્ટાફ સાથે ગઢ દશામા મંદિર ત્રણ રસ્તાથી આગળ વોચ રાખી બાતમી મુજબનો ઇસમ આવતાં તેને કોર્ડન કરી તેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને તેની અંગઝડતી કરતાં તેના પેન્ટના ખિસ્સામાંથી ચાંદીની તોડીઓ એક જોડ નંગ-૦૨ તથા એક ચાંદીનો કેડ ઝુડો બંન્ને મળી આશરે ૪૫૦ ગ્રામ ચાંદીના દાગીના જેની કુલ  કિ.રૂ .૨૩,૫૦૦/- નો મુદામાલ મળી આવેલ અને આ ઇસમે ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જેથી મુદામાલ રીકવર કરવામાં આવેલ અને પકડાયેલ ઇસમનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રીપોર્ટ: જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: