બનાસકાંઠા મેજીસ્ટ્રેટે શહેરમાં આવેલ ઓવરબ્રીજ ઉપર ભારે વાહનો તેમજ એસ.ટી.બસ, ટ્રેકટર, ઉંટગાડી, જેવા વાહનો ઉપર પ્રતિબંધ મુકવા પર આદેશ કર્યો છે.

શ્રી સંદિપ સાગલે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ (૧) ખંડ (ખ) અન્વયે મળેલ સતાની રૂએ પાલનપુર શહેરમાં આવેલ રેલ્વે ઓવરબ્રીજ ઉપર ભારે વાહનો તેમજ ટ્રક, એસ.ટી.બસ, ટ્રેક્ટર, ઉંટગાડી જેવા વાહનો ઉપર પ્રતિબંધ મુકી તેના વિકલ્પમાં આ રસ્તા ઉપરનો ભારે વાહન વ્યવહાર જેવા ટ્રક, એસ.ટી.બસ, ટ્રેકટર, ઉંટગાડી જેવો વાહન વ્યવહાર પાલનપુર શહેરમાં પ્રવેશવા માટે જગાણા ગામથી આવતાં રાજય માર્ગ, આર.ટી.ઓ.સર્કલ તેમજ અંબાજી રોડથી માનસરોવર ફાટકથી આવતાં-જતાં રસ્તા ઉપર ડાયવર્ટ કરવા તથા આ સમયગાળા દરમ્યાન પાલનપુર શહેરથી કોઝી તરફનો ડૉક્ટર હાઉસ તરફનો ઓવરબ્રીજ બંધ કરી નાના વાહનો અને એબ્યુલન્સ ટ્રાફીકને રેલ્વે સ્ટેશન તરફના ઓવરબ્રીજ ઉપર ડાયવર્ટ કરવા ફરમાવ્યું છે.

જીલ્લા મેજીસ્ટ્રેટના આ હુકમ તા.૨૦/૦૮/૨૦૨૦ થી તા.૧૮/૧૦/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ ૧૩૧ હેઠળ સજાને પાત્ર ઠરશે.

Contribute Your Support by Sharing this News: