ગરવી તાકાત,બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં બિન અનુભવી લોકો ફાર્માસિસ્ટનું લાયસન્સ ભાડે લાવી ચલાવી રહ્યા છે મેડિકલ તો બીજી તરફ લોકોની માંગ ઉઠી રહી છે કે ફાર્માસિસ્ટ નું લાયસન્સ ભાડે આપનાર તેમજ ભાડે લેનાર સામે તંત્ર દ્વારા તપાસ હાથ ધરે એવી પાલનપુરની જનતામાં માંગ ઉઠવા પામી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકોએ રાજસ્થાન સરહદને અડીને આવેલો તાલુકો છે અને આ તાલુકામાં ગુજરાત સહિત રાજસ્થાન માંથી પણ લોકો મેડિકલ સુવિધા માટે આવતા હોય છે. જાણવામાં આવેલી હોસ્પિટલ અને મેડિકલ ઓની તો ધાનેરા શહેરમાં 80 કરતાં વધુ નાના મોટી મેડિકલો આવેલી છે.

આ પણ વાંચો – મહેસાણા સહીત 12 જીલ્લામાં 127 કરોડના ખર્ચે કરાયેલ જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ

પરંતુ કેટલીક મેડિકલમાં બિન અનુભવી સ્ટાફ જોવા મળી રહ્યો છે અને કેટલાક લોકો ફાર્માસિસ્ટ નું લાયસન્સ ભાડેથી લાવી મેડિકલ ચલાવી રહ્યા છે ત્યારે કેટલાક લોકો પોતાનું ફાર્માસિસ્ટ નું લાયસન્સ ભાડે આપી દર મહિને ભાડું વસૂલતા હોય છે અને પોતે અન્ય ધંધામાં જોડાયા હોય તેવી વાતે પણ ધાનેરામા વેગ પકડ્યું છે. ત્યારે લોકોની માંગ છે કે બનાસકાંઠા જિલ્લાના તંત્ર દ્વારા આ બાબતે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ધાનેરામાં મોટાભાગની મેડિકલ ભાડેથી ફાર્માસિસ્ટ નું લાયસન્સ લાવી ચાલતી  હોય શક્યતા સેવાઇ રહી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી આવા બે નંબરી ફાર્માસીસ્ટોને પકડવામાં આવે છે કે નહી?
રીપોર્ટ – જયંતી મેતીયા
Contribute Your Support by Sharing this News: