તસ્વીર- જયંતી મેતીયા
ગરવી તાકાત,પાલનપુર
રાજ્ય બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલની સૂચના આધારે પો.ઇન્સ ડી.આર.ગઢવી પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ ના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પાલનપુર જનતા નગર ચાર રસ્તા પાસે આવતાં ખાનગી રાહે બાતમી આધારે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – પ્રેમ પ્રકરણમાં કરપીણ હત્યા! દેત્રોજમાં કેનાલમાંથી યુવકની પથ્થરથી બાંધેલી લાશ મળી

આ પકડાયેલ આરોપીનુ નામ નદીમભાઈ ઇસુફભાઈ ચૌહાણ રહે.પાલનપુર, જુનાડાયરા ફોફળીયા કુવા, પાલનપુર  જાણવા મળેલ છે. જેની પાસે ગેરકાયદેસર પીસ્તોલ હોવાથી તેની વિરૂધ્ધ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં આર્મ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
રીપોર્ટ – જયંતી મેતીયા

 

Contribute Your Support by Sharing this News: