ગરવીતાકાત,પાલનપુર : પાલનપુર -આબુ હાઇવે નજીક આવેલી બાલાજી સીટીના એક રહેણાંક મકાનમાંથી પોલીસે બાતમીના આધારે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા યુવકને ઝડપી લીધો હતો. પોલીસે ઉપકરણો, રોકડ રકમ અને કાર મળી કુલ રૂપિયા ૩.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળની સૂચનાથી પાલનપુર પશ્વિમ પોલીસ મથકની ટીમે ગુરૂવારે રાત્રે બાતમીના આધારે પાલનપુર-આબુ હાઇવે નજીક આવેલી બાલાજી સીટીમાં ઓચિંતી રેડ કરી હતી. ત્યારે સોસાયટીના મકાન નં.૩૦માં ભારત- વેસ્ટન્ડિઝ વચ્ચે રમાતી વર્લ્ડ કપની ક્રિકેટ મેચ પર ભાવ મેળવી સટ્ટો રમાડતાં શૈલેષભાઇ નારણભાઇ ઠક્કરને ઝડપી લીધો હતો. જેની પાસેથી રૂપિયા ૨૧૦૦૦ના વિધુત ઉપકરણો, રૂપિયા ૩૬૦૦૦ના મોબાઇલ ફોન નંગ. ૧૩ તેમજ રૂપિયા ૩,૦૦,૦૦૦ ની કાર મળી કુલ રૂપિયા ૩,૫૭,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Contribute Your Support by Sharing this News: