અમદાવાદ શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. દેત્રોજના ચુંવાળ ડાંગરવા ગામની કેનાલમાંથી 20 વર્ષના યુવકની પથ્થર બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે. યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દેત્રોજ તાલુકાના ચુંવાળ ડાંગરવા ગામની કેનાલમાંથી માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ગામના કરણસિંહ વિષ્ણુભા સોલંકીની પેટના ભાગે પથ્થર બાંધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી, સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી. તો બીજી તરફ પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

રાજસ્થાનથી મહારાષ્ટ્ર લઇ જવાતા ચરસના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા

યુવાનનાં શરીર પર લોહીના નિશાનો હતા જેને લઈ પરિવારજનોને કરણસિંહની હત્યા કરી લાશ કેનાલમાં નાખ્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, પુરાવા નાશ કરવા કરણસિંહના મૃતદેહને પથ્થર સાથે બાંધી કેનાલમાં ફેંકી દેવામાં આવે છે. પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનો પરિવારજનોએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

છોકરીના પરીવારવાળાઓ ઉપર હત્યાનો આરોપ

ફરિયાદમાં પરિવારજનોએ જણાવ્યું કે, કરણસિંહ વિષ્ણુભા સોલંકીને તેમના જ ગામમાં રહેતા ભૂપતસિંહ પૃથ્વીરાજ સોલંકીની દીકરી હેતલબા સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરિવારજનોને પણ આ પ્રેમ સંબંધની ખબર હતી. જોકે યુવતીના ભાઈ હંસુભાએ આ પ્રેમ સંબંધ લઈ અવારનવાર કરણસિંહને ધમકી આપતા હતા. ત્યારે ગતરોજ હંસુભાએ કરણસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મહેસાણ મામ. કચેરીમાં ફોલ્ડરીયા રાજ: મહેસાણા મામલતદાર ઓફીસમાં પૈસા ખર્ચો અને બોગસ દાખલા લો..

પરિવારજનોએ જણાવ્યું, છેલ્લા ત્રણ દિવસથી કરણસિંહ ગુમ હતો.પરિવારજનોએ ઘણી શોધખોળ કરી પરંતુ કોઈ ભાર ન મળી. છેવટે તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્રણ દિવસ બાદ ગઈ કાલે માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર કેનાલમાંથી કરણસિંહની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.
લાશને કેનાલની બહાર કાઢતા યુવકના પેટના ભાગે પથ્થર બાંધેલો હતો અને શરીર પર લોહીના નિશાનો હતા જેને લઈ પરિવારજનોને કરણસિંહની કરપીણ હત્યા કરી, સંબધોને નાશ કરવા લાશ કેનાલમાં નાંખી હોવાનો આરોપ લગાવ્યો. તો બીજી તરફ પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.
Contribute Your Support by Sharing this News: