ગરવી તાકાત,ભાવનગર

 ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણ, મહિલા અને બાળ વીકાસ મંત્રી  વિભાવરીબેન દવેએ ભાવનગર ખાતેના સરકારી કાર્યક્રમમાં ઉપસ્થીત રહી જણાવ્યું હતુ કે, ગુજરાતના ખેડૂત વધુ સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારે સાત પગલાં ખેડૂત કલ્યાણના સહિતની અનેક યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતનો ખેડૂત સક્ષમ અને સમૃદ્ધ બને તેની દરકાર રાખી છે.ખેડૂતનો ખર્ચ ઘટે અને આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત છેલ્લા ત્રણ પગલાંમા છૂટક ફળ, ફૂલ અને શાકભાજીના વિક્રેતાઓને  કુટુંબ અને રેશન કાર્ડ દીઠ વિનામૂલ્યે એક છત્રી, ૧ હેક્ટર સુધીની ઓછી જમીન ધરાવનાર સિમાંત ખેડૂતોને અથવા ગ્રામ્યકક્ષાએ ખેતી વ્યવસાયમા ખેત મજૂરોની કાર્યક્ષમતા વધે, સમયસર ખેતી કાર્ય થાય અને ખેતીમાં ઉત્પાદન વધે તે માટે આધુનિક સાધનોવાળા ઓજારો માટે ૯૦% ની મર્યાદામા રૂ.દસ હજારના સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ સહાય,પાકને ભૂંડ, રોજડા જેવા અન્ય જાનવરો નુકસાન ન કરે તે માટે પાકના રક્ષણ માટે ખેતરની ચારેબાજુ  કાટાંળી તાર બાંધવા માટે સહાય યોજનાનો શુભારંભ કાર્યક્રમ ભાવનગર ખાતે યોજાયો હતો.

આ પણ વાંચો – અમીરગઢ તાલુકાના વિમપુર ગામે ઉકાળો અને માસ્કનું વિતરણ કરાયું

રાજ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે ભાવનગર જિલ્લામાં કિસાન સમ્માન નિધિ હેઠળ જિલ્લાના 2.24 લાખ ખેડૂતોને 238 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ પ્રસંગે ભાવનગર, વલ્લભીપુર, ઉમરાળા અને ઘોઘા તાલુકાના ખેડૂતોને મંજૂરી હુકમોનુ વિતરણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  યુવરાજસિંહ ગોહિલ, એ.પી.એમ.સી. ભાવનગરના ચેરમેન દિગુભા, સંયુકત બાગાયત નિયામક પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી  કોસાંબી, ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ તથા તાલુકાના ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

 

Contribute Your Support by Sharing this News: