સાંકળચંદ પટેલ યુનિવર્સીટી વિસનગર ખાતે ઉત્તર ગુજરાતનો પ્રથમ રમતોત્સવ એન.જી.ફીસ્ટા ૨૦-૨૦ નું આયોજન

ગમ્યું તો આગળ શેર કરો.

સાંકળચંદ પટેલ યુનિવર્સીટીની નૂતન મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર તથા નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વ્રારા તા.૩૧/૦૧/૨૦૨૦ ના રોજ સવારે ૯:૩૦ કલાકે ઉત્તર ગુજરાતની તમામ મેડીકલ અને ડેન્ટલ કોલેજોનો રમતોત્સવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. યુનિવર્સિટી ના પ્રેસિડેંટ શ્રી પ્રકાશભાઈ પટેલ ના વરદ હસ્તે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું. તેમણે તેમના વક્તવ્યમાં જણાવેલ કે ડોક્ટર એ ભગવાન ની સમકક્ષ છે.

અને સમાજે તેમની પાસે ખુબજ અપેક્ષાઓ છે. તેમણે જીવનમાં ખેલદીલીની ભાવના કેળવવા પર ભાર મુક્યો હતો. યુનિવર્સીટી ના વાઈસ ચાન્સેલર પ્રો.(ડો.) વી.કે.શ્રીવાસ્તવએ વિદ્યાર્થી સમયકાળ દરમ્યાન વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ સાથે અભ્યાસેત્તર પ્રવૃત્તિઓનું ખુબજ મહત્વ છે તે બાબતે જણાવેલ. આ રમતોત્સવમાં ઉત્તર ગુજરાતની વડનગર, હિમતનગર, પાલનપુર અને ધારપુરની મેડીકલ કોલેજો તથા સિધ્ધપુરની ડેન્ટલ કોલેજે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. રમતોત્સવમાં કુલ મળીને ૮૩૨ વિદ્યાર્થીઓ એ વિવિધ રમતોમાં ઉત્સાહ થી ભાગ લીધો. આ રમતોત્સવ તા. ૩૧ જાન્યુઆરી થી ૨ ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ ચાલનાર છે.

ગમ્યું તો આગળ શેર કરો.