વિરોધ@મહેસાણા જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં મહેસુલી વર્ગ-3ના કર્મચારીઓ આજે હડતાલ પર

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૦૯)

મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજે મહેસુલી કર્મચારી વર્ગ-3ના કર્મચારીઓ આજે મોટી સંખ્યામાં એકત્રિત થઈ સરકારના વિરોધમાં અચોક્કસ મુદ્તની હડતાળ પર ઉતર્યા હતા. મહેસાણામાં પણ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ રઘુભાઈ ચૌધરીની આગેવાનીમાં મહેસુલી કર્મચારીઓએ રેલી કાઢી કલેકટર કચેરી કંપાઉન્ડમાં ધરણાં કર્યા હતા. ઉપરાંત કર્મચારી મંડળની જુદી-જુદી 17 જેટલી પડતર માંગણીઓ પુરી કરવા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદ્તની હડતાળના કારણે આજે મહેસુલી કચેરીઓનું કામકાજ ઠપ્પ થયેલ જોવા મળ્યું હતું.

તસ્વરી અહેવાલ અંકુર ચૌધરી મહેસાણા 

ગમ્યું તો આગળ શેર કરો.