કોરોના વાઇરસ કોવિડ-૧૯ના કારણે ગુજરાતની યુનિવર્સિટીઓ દ્વારા કોલેજોની પરીક્ષા લેવી એ એક પડકારજનક પરિસ્થિતિ છે ત્યારે વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વિધાર્થીઓના હિતમાં ઓનલાઇન પરીક્ષાનું સફળતા પૂર્વક આયોજન કરી પરીક્ષા પૂર્ણ કરવામાં આવેલ.

ઉપરોક્ત ઓનલાઇન પરીક્ષા જૂન માસના બીજા અઠવાડીયાથી શરૂ કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં ચાલતા એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, ફાર્મસી, કોમ્પ્યુટર સાયન્સ, મેનેજમેન્ટ, ફેશન ડીઝાઇન, કોમર્સ તેમજ સાયન્સના વિવિધ અભ્યાસક્રમોના સેમેસ્ટર ૧ થી ૮ ના વિધાર્થીઓએ ધરે બેસી યુનિવર્સિટીની પરીક્ષા ઓનલાઇન આપી હતી.

આ માટે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા ખુબજ જહેમત ઉઠાવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો કે જેથી વિદ્યાર્થીઓને કોઈપણ જાતની અગવડ ના પડે તેની ઝીણવટભરી કાળજી રાખવામાં આવેલ.પરીક્ષાની દરેક માહિતી અને પરીક્ષા કેવી રીતે આપવી એની વિશે ઓનલાઇન ટ્રેનિગ તેમજ વિવિધ વિડીયો દ્વારા વિધાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. અને  પરીક્ષા વિભાગ દ્વારા કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવ્યો હતો. જેના દ્ધારા વિદ્યાર્થીઓના  પરીક્ષા પહેલા, પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રશ્નનું નિરાકરણ તુરંત જ આવે તેવું તેનું સફળતા પૂર્વક સંચાલન કરેલ.

આ ઓનલાઇન પરીક્ષામાં વિધાર્થીઓએ ખુબજ ગંભીરતાથી તેમજ તણાવ વગર વિષય પ્રમાણે પરિક્ષાની સંપૂર્ણ ગાઇડલાઇનનું પાલન કરી પરીક્ષા આપી હતી.

Contribute Your Support by Sharing this News: