ગરવીતાકાત,થરાદ(તારીખ:૧૧)
ખોડા ખાતેથી ટ્રેઈલર ગાડી નંબર RJ-19-GB-4899 માંથી કે. ડી.ઓ.સી.ના કટ્ટાની આડસમાં લઇ જવાતો ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂનો ૨૯,૫૨,૦૦૦/-નો પ્રોહી જથ્થો  શોધી કાઢતી થરાદ પોલીસ  બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ નાઓની જીલ્લામા દારૂની પ્રવૃતી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.કે.વાળા સાહેબ થરાદ નાઓના તથા પો.ઇન્સ શ્રી જે.બી.આચાર્ય થરાદ તથા પો.સબ.ઈન્સ. કે.કે.રાઠોડ થરાદ પો.સ્ટે ના ઓ સાથે થરાદ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ અ.હેડ.કોન્સ. મહેશભાઈ સવદાસભાઈ તથા અ.પો.કોન્સ. માનસંગભાઈ રત્નાભાઈ તથા અ.પો.કોન્સ. ઉમાજી ભારાજી તથા આ.પો.કોન્સ. હરિસિંહ સાદુળજી તથા અ.પો.કોન્સ મેહુલભાઈ હીરાભાઈ તથા અ.પો.કો ઉત્તમસિંહ પ્રભુજી થરાદ પો.સ્ટે.ના ઓ ખોડા ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગ માં હતા તે દરમ્યાન ટ્રેઈલર ગાડી નંબર RJ-19-GB-4899  ની પાછળ  ટ્રોલીમાં ડી.ઓ.સી.ના કટ્ટા ની આડસમાં લઇ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૫૯૦૪ કિ.રૂ.૨૯,૫૨,૦૦૦/- નો તથા મોબાઈલ નંગ ૧ કિ.રૂ.૫,૦૦૦/- નો તથા ડી.ઓ.સી.ના કટ્ટા ૨૦૦ કિ.રૂ.૨૦,૦૦૦/– ના તથા ટ્રેઈલરગાડી ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૯,૭૭,૦૦૦/-નો રાખી હેરાફેરી કરતા ચાલક બુધારામ કાનારામ જાતે.વિશ્નોઈ(બાબલ) ઉ.વ.૩૫ રહે.ગુડા બિશ્નોઈયાન તા.લૂણી, જિ.જોધપુર(રાજસ્થાન) વાળાને પકડી પાડી તેના વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
તસ્વીર અહેવાલ વશરામ ચૌધરી થરાદ 
બીજા સાથે સમાચાર શેર કરો.