થરાદમાંથી વધુ એક મોટર સાઇકલની ચોરી 

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૧)

બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે થરાદમાંથી વધુ એક મોટર સાઇકલની ચોરી થવા પામી છે. જે બનાવની વિગત એવી છે કે થરાદના વામી ગામના એડવોકેટ રમેશકુમાર પુરોહિતનું મોટર સાઇકલ તસ્કરો ચોરી કરી લઇ જતાં આ બાબતે તેઓ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અહેવાલ જયંતી મેતીય પાલનપુર 

શેર કરવા અહીં ક્લિક કરો.