થરાદના જવેલર્સની દુકાનમાંથી એક લાખની મત્તાની ચોરી

ગમ્યું તો આગળ શેર કરો.

થરાદ મેઇન બજારમાં જસમતીયા જવેલર્સ (ફાયનાન્સ) નામની સોનાચાંદીના દાગીના બનાવવાનો તથા વેપારનો ધંધો કરતા  વિનોદકુમાર નવાજી સોની ઉ.વ.૫૦ ધંધો સોની કામ રહે.થરાદ આંબલી શેરીએ જણાવ્યું હતું કે  રવિવારે સાડા નવેક વાગ્યે દુકાને માતાજીનો અખંડ દિવો ચાલુ હોઇ તે સંભાળવા તથા દિવાબત્તી કરવા જતાં દુકાનમાં વચ્ચેના દરવાજાનુ લોક તથા દરવાજો તુટેલ હતો અને અંદર ખાના તથા વસ્તુઓ વેર વિખેર પડેલ હોવાનું જણાયું હતું. આથી દુકાનમાં તપાસ કરતાં દુકાનના બાજુમાં આવેલ નિરાલી કોમ્પલેક્ષના પાછળની સીડીઓ ચડી પ્રિયા જવેલર્સના મેડા ઉપર લાકડાની સીડી વડે ચડી પાવન તથા દાગીના જવેલર્સના મેડા ઉપર થઇ તેમની દુકાન ઉપર ચડી પતરાં તોડી લાકડાને કપડુ બાંધી તેનાથી દુકાનમાં ઉતરી અંદર લગાવેલ સી.સી.ટી.વી.કેમેરાને ફેરવી દુકાનમાં લાઇટો બંધ કરી હતી.તથા દુકાનમાં વચ્ચેનું લાકડાનું બારણું તોડી ઉપરના તથા નીચેના ભાગમાંથી સોનાની ટુકડો ૧૮ ગ્રામ કિ.રૂ.૩૩૯૮૦ ,ચાંદીની વીંટીઓ નંગ-૫ આશરે ૧૬ ગ્રામ કિ.રૂ.૪૦૦૦૦ ,ચાંદીના સિકકા આશરે ૯૦૦ ગ્રામના (પુજનના) કી.રૂ.ર૭૦૦૦ , પરચુરણ આશરે ૧૨૫ રૂપિયા મળી કુલ રૂ.૧,૦૧,૫૦૫ની ચોરી કરી હતી.

ગમ્યું તો આગળ શેર કરો.