વડગામના રજોસણા પાસે સ્વિફ્ટ કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૫)

સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલક સામે છાપી પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો

વડગામ તાલુકાના છાપી પોલીસ મથક વિસ્તારમાં આવેલા રજોસણા ગામ નજીક ગતરોજ એક સ્વિફ્ટ કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને ઇજાઓ થવા પામી હતી. 

ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા છાપી પોલીસ મથક વિસ્તારના રજોસણા ગામ નજીક છાપીથી સિદ્ધપુર તરફ જતાં હાઇવે રોડ પર બનેલા આ બનાવમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સ્વિફ્ટ ડિઝાયર ગાડીના ચાલકે તેનું વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સ્વરાજ ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માતના આ બનાવમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જે બનાવ અંગે છાપી પોલીસ મથકે સ્વિફ્ટ ડિઝાયર ગાડીના ચાલક વિરુદ્ધ વડગામ તાલુકાના વરવાડીયા ગામના રામાભાઇ પરમાર નામના ઈસમે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

તસ્વીર અહેવાલ જયંતી મેતીય પાલનપુર 

શેર કરવા અહીં ક્લિક કરો.