શંખેશ્વર ના ગોપી બ્યુટી પાર્લર માં એક દિવસીય પ્રશિક્ષણ સિબીર યોજાઈ

ગમ્યું તો આગળ શેર કરો.

સમી તાલુકા ની મોડેલ સ્કૂલ મા ચાલતા વોકેસનલ ટ્રેડ અંતર્ગત બ્યુટી એન્ડ વેલનેસ ટ્રેડ ના ભાગરૂપે ટ્રેનર કૃપાલી બેન એ ચૌહાણ ની દેખરેખ હેઠળ ધોરણ 9 અને 11 ની વિદ્યાર્થી ની ઓ એ શંખેશ્વર માં 16 વર્ષ થી કાર્યરત ગોપી બ્યુટી પાર્લર ની મુલાકાત લીધી હતી જેના સંચાલક અંજુબેન એ ઠક્કરે તેઓ ને હેરસ્પા ફેસિયલ વેક્સિગ મેકઅપ હેરસ્ટાઇલ મેનિકયોર પેડીકયોર જેવી વિવિધ સૌંદર્ય લક્ષી બાબતો નું પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કહેવાય છે ને કે મોર ના ઈંડા ચીતરવા ન પડે એ બાબત ને સાર્થક કરતા તેમની દીકરી રાજવી એ ઠક્કરે પણ સહયોગ આપી કામગીરી ને વધુ સુંદર બનાવી હતી ઉત્સાહ થી આવેલી વિધાર્થી ની ઓ એ સૌંદર્ય લક્ષી બાબતો ની પ્રેક્ટિકલ માહિતી મેળવવા ના આત્મસંતોષ સાથે ગોપી બ્યુટી પાર્લર માં થી આભાર સહ વિદાય લીધી હતી.

તસ્વીર અહેવાલ જાડેજા દિલીપસિંહ શંખેશ્વર

ગમ્યું તો આગળ શેર કરો.