વન-ડે ક્રિકેટનો સૌથી ઓછો સ્કોર, નેપાળ સામે અમેરિકા 35 રનમાં ઓલઆઉટ

ગમ્યું તો આગળ શેર કરો.

ગયા વર્ષે જ આઈસીસીના વન ડે ક્રિકેટમાં સ્થાન મેળવનાર નેપાળની ટીમે અમેરિકાને વન ડે ક્રિકેટમાં સૌથી ઓછા રન પર આઉટ કરવાનો વિક્રમ સર્જયો છે.નેપાળમાં રમાયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ લીગમાં નેપાલ અને અમેરિકા વચ્ચે રમાયેલી વન ડે માં અમેરિકાની ટીમ 35 રનમાં જ ઓલઆઉટ થઈ હતી.જે વન ડેના ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર છે.આ પહેલા આટલા જ ટોટલ પર શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને ઓલઆઉટ કરી દીધુ હતુ. અમેરિકા સામેની મેચમાં નેપાળના બોલર સંદિપ લામિછાનેએ 6 વિકેટ ઝડપી હતી.નેપાળે 6 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરીને આ મેચ જીતી લીધી હતી.

 

ગમ્યું તો આગળ શેર કરો.