દોઢ વર્ષના દીકરાના મોતથી માતાએ હૈયાફાટ આક્રંદ કર્યુ હતું વગોવાયેલા વીજતંત્ર સામે ફરી ઉઠ્યા સવાલ રમતું બાળક મીટર પેટી અડકી જતાં કરંટ લાગ્યો

ગરવીતાકાત સુરતઃતક્ષશિલાની દુર્ઘટનામાં વીજતંત્ર ભારે વગોવાયું છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવે છે ઉનપાટીયા વિસ્તારમાંથી જ્યાં દોઢ વર્ષના બાળકનું કરંટ લાગતાં મોત નીપજ્યું છે. ભાઈને ઘરે આવેલી નાસિકની વતની બહેનના દોઢ વર્ષના પુત્ર ફૈઝાન સલીમ શેખનું કરંટ લાગતાં મોત થયું હતું. બે ભાઈ ધરાવતો ફૈઝાન અલીમાં એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રમી રહ્યો હતો ત્યારે મીટર પેટીનો કરંટ લાગતાં ચોંટી ગયો હતો જેથી લોકો બૂમાબૂમ કરીને ફૈઝાનને ખાનગી હોસ્પિટલ અને બાદમાં સિવિલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ફૈઝાનને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

બીજા સાથે સમાચાર શેર કરો.