કડીમાં નાગરીકતા સંશોધન બીલના સમર્થનમાં બુધવાર ના રોજ રાષ્ટ્ હિત ચિંતક સમિતિ દ્વારા વિશાળ રેલી નું આયોજન કર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.
નાયબ મુખ્યમંત્રી,ધારાસભ્ય અને લોકોની ઉપસ્થિતિમાં 2 કી.મી. લાંબી રેલી નિકળી
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ નાગરીક સંશોધન કાયદાના સમર્થનમાં કડીમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં માર્કેટયાર્ડ ખાતે થી નીકળી હતી જે કડીના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી અને ત્યાર બાદ નગરપાલિકાના મેદાનમાં મામલતદાર ગોસ્વામીને આવેદનપત્ર આપી રેલીનું સમાપન થયું હતું.રાષ્ટ્ હિત ચિંતક સમિતિના કાર્યકરોએ સીએએ ના કાયદાના સમર્થન કરતું આવેદન પત્ર મામલતદાર ને આપ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં લાવવામાં આવેલ નાગરીક સંશોધન કાયદો અને એનઆરસી ના વિરુદ્ધમાં દેશમાં હિંસાનો માહોલ પેદા થયી રહ્યો છે ત્યારે કડી માં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાયદાને સમર્થન આપવા માટે વિશાળ રેલી નિકળી હતી.કડી નગરપાલિકાના મેદાનમાં હાજર જનમેદનીને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કાયદા અંગે સમજણ અપાયી હતી.કડીના સામાજીક, ધાર્મિક તેમજ પ્રબુદ્ધ નાગરીકો તેમજ યુવશક્તિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો કે વોટબેન્કની રાજનીતિ કરવાવાળા હિંસક અને ઉપદ્રવી તત્વોના પ્રયત્નોને નિષ્ફળ બનાવી લોકોને કાયદા અંગે સાચી સમજણ આપી લોકોને સમર્થનમાં જોડવા જોઈએ.ઉલ્લેખનીય છે કે  કડી માર્કેટયાર્ડના મેદાનમાંથી નીકળેલી આશરે બે કિલોમીટર જેટલી લાંબી નીકળેલી રેલીમાં લોકોએ શિસ્તબદ્ધ રીતે કાયદાને સમર્થન કરતા વિવિધ પ્લેબોર્ડ સાથે નાગરીક સંશોધન કાયદાને સમર્થન આપ્યું હતું. રેલીમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,કડી ના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,ગુજરાતી અભિનેત્રી શ્રદ્ધા ઝા,કાલિદાસ બાપુ સહિતના મહાનુભાવો તેમજ આશરે 5 થી સાત હજાર જેટલા નાગરીકો કાયદાના સમર્થનમાં ઉમટી પડ્યા હતા જેમાં પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ઘટે નહિ તેની તકેદારી રૂપે ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો.
શેર કરવા અહીં ક્લિક કરો.