શંખેશ્વર ખાતે વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.

ગમ્યું તો આગળ શેર કરો.

વઢિયારની ધીંગી ધરામાં આવેલ વિશ્વ વિખ્યાત જૈન તીર્થ શંખેશ્વર ખાતે શ્રી સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ કૌશલભાઈ જોશી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પર્યાવરણ સંરક્ષણ અને જીવદયાના વિવિધ કર્યો કરવામાં આવે છે. જેના ભાગરૂપે લુપ્ત થતી જતી ચકલીને બચાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૌશલભાઈ જોશી દ્વારા આયોજિત તથા પૂ. મુનિરાજ નયશેખર વિ. મ.સા. તથા પૂ.મુનિરાજ લલિતેશ વિ. મ.સા.ની પ્રેરક નિશ્રામાં યોજાયેલ કાર્યક્રમમાં ભરતભાઇ શેઠ, ભરતભાઇ જોશી, ભગવતદાન ગઢવી, ભરતભાઇ સિંધવ પંકજ સીંધવ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રમેશજી ઠાકોર,પિન્ટુભાઈ ઠાકોર , રાજુભાઇ ઠાકોરે જહેમત ઉઠાવી હતી.

તસ્વીર અહેવાલ: દિલીપસિંહ જાડેજા શંખેશ્વર 

ગમ્યું તો આગળ શેર કરો.