• ૨૧ વર્ષ અગાઉ ૨૬ જુલાઈ ૧૯૯૯ના રોજ ભારતીય સેનાએ પોતાનું એવું તે શૌર્ય અને પરાક્રમ દેખાડ્યું હતું કે જેનો ઈતિહાસમાં કોઈ મુકાબલો નથી. દુશ્મને જે પર્વતની ટોચ પર કબ્જો જમાવ્યો હતો ત્યાંથી પાકિસ્તાનના સૈનિકોનો ખાતમો કરીને તે પહાડો પર કબ્જો જમાવવો કેટલો મુશ્કેલ રહ્યો હશેતેનો તો આપણે ફક્ત અંદાજો જ લગાવી શકીએ છીએ. આથી ૨૬ જુલાઈ દિવસે સમગ્ર દેશ તે અમર જવાનોને સલામ કરે છેશ્રદ્ધાંજલિ આપે છે તેઓ કારગિલમાં શહીદ થયા હતાં. દેશ આજે વિજય પર્વ મનાવી રહ્યો છે. કારગિલની ઊંચી પહાડીઓ પર પાકિસ્તાનના સૈનિકોએ કબ્જો જમાવ્યો હતો. ત્યારબાદ ૧૮ હજાર ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટે ભારતીય સેનાના શૂરવીરોએ ઓપરેશન વિજયનો ઈતિહાસ રચ્યો. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં ઉજવવામાં આવે છે.  દેશ અમર જવાનોની શહીદીને નમન કરે છેતેમની શૌર્ય ગાથાના ગુણગાન કરી રહ્યો છે. તે સમયે કપડવંજ તાલુકાના નિરમાલી ગામના દિનેશભાઈ વાઘેલા કારગીલ ખાતે સૈનિક તરીકે ફરજ બજાવતા યુદ્ધમાં શહીદ થયા હતા જે સમગ્ર કપડવંજ તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વાર બનતા વીર જવાનની અંતિમયાત્રામાં ભારે જનમેદની એકત્ર થઇ હતી. ૨૬ જુલાઈ ૧૯૯૯ને કારગીલ વિજય દિવસ તેમજ શૌર્ય દિન નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અભિયાન અંતર્ગત કપડવંજ તાલુકાના નિરમાલી ગામના કારગિલ શહીદવીર દિનેશભાઇ વાઘેલાના પરિવારના સભ્યોની મુલાકાત કરી અને વીર શહીદ દિનેશભાઈ વાઘેલાને પુષ્પોથી નતમસ્તક  વંદન કરીને પરિવારના સભ્યોને સાંત્વના પાઠવવામાં આવી. જેમાં ખેડા જિલ્લાના સહવાલી નિલેશભાઈ પટેલ ,કપડવંજ તાલુકા સંયોજક સુનિલ પંચાલપર્વતસિંહ તથા નગર સંયોજક નિલેશ શર્મા તથા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સભ્યો કેયુરભાઈ તથા કૃણાલ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા .

અહેવાલ તસ્વીર – જયદીપ દરજી -કપડવંજ

Contribute Your Support by Sharing this News: