વડગામના શેરપુરાની સીમમાં આઈઓસીની પાઇપ લાઈનમાં પંક્ચર કરી ઓઇલ ચોરીનો પર્દાફાશ

શેર કરવા અહીં ક્લિક કરો.

વડગામ તાલુકાના શેરપુરાની સીમમાં આવેલ એક ખેતરમાંથી પસાર થતી આઈઓસીની મુખ્ય પાઇપ લાઇનમાં પંક્ચર કરી પાઇપમાં લોખડના વાલ્વ લગાવી ઓઇલ ચોરી કરી ટેન્કરોમાં ભરી વેચાણ કરતા કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી હતી. જોકે આ સમગ્ર મામલાની જાણ થતા ઓઇલ કંપનીના અધિકારીઓ દોડી આવી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના શેરપુરા હાઇવે ઉપર આવેલ નવજીવન હોટલની પાછળ આવેલ એક ખેતરમાંથી પસાર થતી આઈઓસી સલાયા મથુરા પાઇપ લાઈનમાં કોઈ અજાણ્યા ઈસમો દ્રારા પાઇપ લાઈનમાં પંચર કરી પાઇપમાં લોખંડના વાલ્વ લગાવી પાઇપ વડે બસો ફૂટ દૂર હોટલના પાછળના ભાગે ઉભું રાખેલ ટેન્કર નંબર જી.જે.૦૧ એ યુ ૬૨૨૯માં ભરતા હતા તે દરમિયાન છાપી પીએસઆઈ એલ.પી.રાણા તેમજ એસઓજી પોલીસ પહોંચી જઇ આ સમગ્ર ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જોકે ઓઇલની ચોરી કરતા તસ્કરો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ સમગ્ર ઘટનાની જાણ ઓઇલ કંપની ના અધિકારીઓને કરતા ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. જ્યારે ઓઇલ ચોરીની સમગ્ર તપાસ એસઓજી પોલીસને સોંપતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.